આંગણવાડી કાર્યકર બહેનો, શિક્ષકગણ તથા સખી મંડળના બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ના કેસોનું વહેલામાં વહેલી તકે નિદાન થાય તથા સારવાર મળી રહે તે માટે ગ્રામ્યકક્ષાએ આશા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, શિક્ષકગણ તથા સખી મંડળના બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજપીપલા,તા 11

હાલ ચાલી રહેલી નોવેલ કોરોના વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ. ડિંડોરની રાહબરી હેઠળ
નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના કેસોનું વહેલામાં વહેલી તકે નિદાન થાય તથા સારવાર મળી રહે તે માટે ગ્રામ્યકક્ષાએ આશા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, શિક્ષકગણ તથા સખી મંડળના બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કોવિડ-૧૯ ના ડોર ટુ ડોર સર્વેલન્સ દરમિયાન Pulse Oximeter, Thermal Gun નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉક્ત સર્વેલન્સ દરમિયાન શરદી-ખાંસી, તાવ, ઝાડાના દરદીઓ મળી આવે તો તેવા દરદીઓને સ્થળ પર જ દવાઓ આપવામાં આવી રહી છે તેની સાથોસાથ શંકાસ્પદ દરદીઓ મળી આવે તો તેમને કોવિડ કેર સેન્ટર ખાતે પણ મોકલવામાં આવી રહ્યાં છે….

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપ