*TMCના ચાર નેતાઓ સામે રાજ્યપાલે આપી સીબીઆઇ તપાસની મંજૂરી આજે લેવાના હતા મંત્રી પદના શપથ*
*ફિરહાદ હાકિમ, સુબ્રત મુખર્જી, મદન મિત્રા અને શોભન ચેટર્જી*
ઉલ્લેખનીય છે કે જ્યાર થી પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામ જાહેર થયા અને ટીએમસીની જીત થઇ છે. ત્યાર બાદ બંગાળમાં હિંસા થઇ રહી હોવાના દાવા થઇ રહ્યા છે. બંગાળ ભાજપના નેતાઓ અને ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ સતત બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓની હત્યા અને તેમની સાથે હિંસા થઇ રહ્યાની વાત કરી રહ્યા છે. ત્યારે હવે બંગાળમાં સીબીઆઇની એન્ટ્રી થવા જઇ રહી છે. ત્યારે હવે ફરીથી બંગાળની રાજનીતિનો પારો ઉંચો જશે