ભાદરવા માસમાં આવતી ગણેશચતુર્થી અને ગણેશ ઉત્સવનું વૈજ્ઞાનિક મહત્વ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

સનાતન હિન્દુ ધર્મમાં દરેક વિશિષ્ટ દિવસો કે તહેવારો પાછળ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. પહેલાના ઋષિમુનિઓ કે જેઓ દિલથી સંત અને દિમાગથી વૈજ્ઞાનિક હતા, તેમણે માનવજગતના કલ્યાણ માટે વર્ષ દરમિયાન આવતા ચોક્કસ દિવસોના વૈજ્ઞાનિક મહત્વને સમજી એને ધર્મ સાથે એટલી આબેહૂબ રીતે તહેવારના રૂપમાં જોડી દીધા કે જો એ દિવસો દરમિયાન યથાર્થ સમજણ અને શ્રદ્ધા સાથે ક્રિયા કરવામાં આવે તો સમગ્ર મનુષ્યજગતનું અવશ્ય કલ્યાણ થાય. અંતરિક્ષમાંથી અનેક દૈવીશક્તિના તરંગો પૃથ્વીના વાતાવરણમાં આવતા રહે છે. આ દિવ્યતરંગો જીવમાત્રને સુખ-શાંતિ આપવાનો અને વિઘ્નો દૂર કરવાનો ગુણધર્મ ધરાવે છે. આ તરંગો સૂર્ય-ચંદ્રની ભૌગોલિક સ્થિતિને કારણે ચોથના દિવસે મહત્તમ પૃથ્વી પર આવે છે જેથી તે દિવસે ગણપતિ પૂજન કરવાથી વધુ ફાયદો થાય છે. ભાદરવા સુદ ચોથના દિવસે સૌથી વધુ પ્રમાણમાં તરંગો આવતા હોવાથી તેને ગણપતિ જન્મોત્સવ તરીકે ઉજવાય છે. ખારાપાણીમાની ચકમક પર દ્રષ્ટિ જમાવી રાખી, “ઓહમ ગં ગણપતે નમઃ”, મંત્રનો નિયમિત એક વર્ષ જાપ કરવાથી ચકમકનો આકાર શાસ્ત્રોમાં વર્ણવેલ ગણપતિ જેવો થાય છે. મહારાષ્ટ્રના ગણેશ ભક્ત મોરિયા ગોસાવીએ આ રીતે ઘણા ગણપતિ બનાવી પરમ સિદ્ધિ હાંસલ કરી હતી. જેથી આજે પણ ગણપતિ બાપા મોરિયા બોલી ભગવાન અને ભક્ત બન્નેને સાથે યાદ કરવામાં આવે છે. વિજ્ઞાનમાં પણ આઇન્સ્ટાઇને કહ્યું છે કે પદાર્થનું શક્તિમાં રૂપાંતર થઇ શકે છે. તે માટેનું સૂત્ર પણ છે, E = mc૨ જ્યાં E = ઊર્જાશક્તિ m = દ્રવ્યનું દળ અને c = પ્રકાશની ગતિ. આ જ સિદ્ધાંત દ્વારા ઋષિમુનિઓ બ્રહ્માંડમાંથી આવતી દિવ્યશક્તિને સ્થૂળ આકારમાં રૂપાંતરિત કરતા હતા.
ગણપતિ પૂજનમાં વપરાતી સામગ્રી જેવી કે દુર્વા, લાલ રંગ, લાડુ, રેશમ, શ્રીફળ, આસન, માળા વગેરેનું પણ વૈજ્ઞાનિક મહત્વ અનેરું છે. ગણપતિ પૂજામાં લાલ રંગનું વિશેષ મહત્વ છે. કારણ કે ગણેશતરંગો શૌર્ય અને શક્તિથી ભરપૂર એવા લાલ રંગના તરંગો સાથે ખૂબ મેળ ખાય છે. એટલે કે લાલ રંગની વસ્તુ ગણેશ તરંગોને આકર્ષવામાં મદદ કરે છે. ગણપતિની મૂર્તિ જો લાલ રંગની હોય તો વધુ ફાયદાકારક રહે છે. પૂજામાં લાલ સિંદૂર, જાસૂદ કે ગુલાબના ફૂલ તેમજ લાલ વસ્ત્રોનો ઉપયોગ એ દ્રષ્ટિએ જ હિતાવહ છે. કારણ કે લાલ રંગ કોસ્મિક એનર્જીને આકર્ષે છે. લાલગ્રહ(મંગળ)માંથી નીકળતા તરંગો પર ગણેશતરંગો આધિપત્ય ધરાવે છે. ગણેશતરંગો મંગળ તરંગોના સકારાત્મક ગુણોને વધારી દે છે અને નકારાત્મક ગુણોનો નાશ કરે છે. જેથી મંગળ જેનો અશુભ હોય તેને ગણેશ પૂજા કરવાનું કહેવામાં આવે છે.
ગણેશ પૂજામાં દુર્વાનું વિશેષ મહત્વ છે. દૂર્વા એટલે દુ:+અવમ, જેનો અર્થ થાય છે દૂર રહેલાને નજીક લાવે તે. જે વસ્તુઓમાં ક્ષાર વધુ હોય એટલે કે કેલ્શિયમ ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ તે સકારાત્મક તરંગોને તીવ્રતાથી આકર્ષે છે. દુર્વામાં ક્ષારો ભરપૂર માત્રામાં છે, જેથી તેની સકારાત્મક તરંગોને ખેંચવાની તીવ્રતા વિશેષ રહે છે. એટલે પૂજામાં દુર્વા ખૂબ લાભદાયી સાબિત થાય છે.
ગણપતિપૂજામાં લાડુનું પણ વિશેષ મહત્વ છે કારણ કે તે પણ ગણેશ તરંગોને આકર્ષે છે, વળી ગોળ આકારમાં પૃથ્વીતત્વ વધુ હોય છે જેથી પણ લાડુનું વિશેષ મહત્વ છે. પરંતુ લાડુ માવાના નહિ, ચોખા, ગોળ, ઘી કે નારિયળના હોવા જોઈએ. આયુર્વેદના મતે ચોખા શ્રેષ્ઠ ધાન્ય છે. શક્તિ અને બુદ્ધિ બંને વધારે છે. જ્યારે ઘી પરમ પિત્તનાશક છે. ગોળ શક્તિદાયક છે.
આ જ રીતે પૂજામાં રેશમનું કપડું વિશેષ વપરાય છે, તેની પાછળ પણ અનેરૂ વિજ્ઞાન કામ કરે છે. રેશમમાં સૌથી વધુ ભેજ ગ્રહણ કરવાની શક્તિ છે. તેને પવિત્ર ગણવા પાછળનું મુખ્ય કારણ તેનો આરોગ્ય સાથેનો સીધો સંબંધ છે. કેમ કે રેશમનો કીડો પોતાની લાળ વડે કોશેટો તૈયાર કરે છે, પછી તેમાં સુષુપ્ત અવસ્થામાં 15 થી 20 દિવસ રહે છે. આમ તે એવું આવરણ તૈયાર કરે છે કે કોઈ ગંદકી, જીવાણું કે બેક્ટેરિયા તેને અસર ન કરી શકે. આ રીતે તૈયાર થયેલ રેશમનું કપડું માણસને ઘણી બીમારીઓથી બચાવે છે. સ્ત્રીઓને પિરિયડમાં રેશમ પહેરવાનું કહેવામાં આવે છે. કેમ કે કોઈ જીવાણુ ગર્ભાશય કે યોનીને ઈન્ફેક્શન ન લગાડી શકે. તેમ જ રેશમની ભેજસંગ્રહશક્તિને કારણે તે ભેજ, ફૂગ તેમજ બેક્ટેરિયાને દૂર રાખે છે. રેશમના વસ્ત્રને વારંવાર ન ધુઓ તો પણ ચાલે કારણ કે તે જાતે હવાના સંસર્ગમાં સ્વચ્છ થવાનો ગુણધર્મ ધરાવે છે. આમ silk is most hygienic cloth. તેથી પહેલાના જમાનામાં અબોટીયા રેશમી કપડામાંથી જ બનતા અને રસોઈ બનાવતી વખતે તે જ પહેરવાનો આગ્રહ રાખવામાં આવતો. રેશમી વસ્ત્ર પહેરી જમવાનો રિવાજ હતો. રસોઈની સામગ્રીમાં શુદ્ધતા જળવાય અને બિમારીથી બચાય તે હેતુથી રેશમનો ઉપયોગ ઉત્તમ ગણાતો. રેશમને આગ લાગે તોય એ થાર્મોગ્રફિક હોવાથી બળીને રાખ થઈ જાય છે જેથી શરીરને ઓછું નુકસાન કરે છે. જ્યારે અન્ય કપડા આગ લાગતાં પ્લાસ્ટીકની જેમ શરીરને ચોંટી જાય છે. રેશમ પસીનો વધુ ચૂસી શકે છે જેથી ચામડીજન્ય રોગો થતા અટકે છે. રેશમ બારેમાસ પહેરવા લાયક છે. કેમ કે તે આઈસોથર્મલ ગુણધર્મ ધરાવે છે. એટલે કે શિયાળામાં હૂંફાળા અને ઉનાળામાં ઠંડક આપે છે. રેશમમાં કુદરતી પ્રોટીન હોવાથી 16 જાતના એમિનો એસિડ ધરાવે છે, જે ખૂબ બોડી ફ્રેન્ડલી છે. જેથી શરીર પણ તેનો સ્વીકાર કરે છે એટલે તો ઓપરેશનમાં ટાંકા લેવા રેશમનો દોરો વપરાય છે. શિયાળે વુલન ભલું, ઉનાળે સુતરાવ, ચોમાસે નાયલોન પરંતુ રેશમ બારેમાસ ઉત્તમ. રેશમીવસ્ત્રને કાચ સાથે ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે વાતાવરણમાં રહેલા અનેક તરંગોમાંથી શુભ કલ્યાણકારી તરંગો ખેંચવાની રેશમની શક્તિ વિશેષ છે અને તે નકારાત્મક તરંગો સાથે અપાકર્ષણ ધરાવે છે જેથી તેને દૂર રાખી શકાય છે. રેશમી કપડા ફેંકી દેવામાં આવે તો પણ પર્યાવરણમાં ભળી જઈ તે પ્રદૂષણ પેદા કરતા નથી કેમ કે તેનામાં કુદરતી પ્રોટીન છે. વળી તેને બાળવાથી પણ કોઈ હાનિકારક વાયુ પેદા થતો નથી. રેશમના કીડાનો ઉછેર શેતૂરના વૃક્ષ પર થાય છે એ રીતે કારખાના કરતાં વૃક્ષો વધારવા પર્યાવરણ માટે વધુ ફાયદાકારક છે. રેશમનો ઉછેર અહિંસક રીતે પણ શક્ય છે. સ્પન સિલ્ક બનાવવામાં રેશમના કીડાને મારી નખાતા નથી.
પૂજામાં વપરાતું શ્રીફળ પણ વૈજ્ઞાનિક મહત્વ ધરાવે છે. શ્રીફળમાં કેલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ વગેરે હાડકાં, દાંત, નખ અને વાળને મજબૂત કરે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ ૩૦૦ જેટલા પાચકરસ બનાવવામાં મદદરૂપ છે. તેમ જ જ્ઞાનતંતુને કાર્યક્ષમ બનાવે છે. ચોખા સાથે નાળિયેર એક સમતોલ ઔષધિયુક્ત પૌષ્ટિક આહાર બને છે. કોપરાપાક રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. શરીરમાં સપ્તધાતુને વધારી હૃદય પુષ્ટ કરે છે અને દુર્બળતાને દૂર કરે છે. પૂજામાં શ્રીફળ મૂકવાથી મંત્રોની અસર પાણી પર ઝડપથી થાય છે. શ્રીફળમાંનું પાણી હકારાત્મકતાને સંગ્રહે છે અને સર્વનું કલ્યાણ શક્ય બને છે.
પૂજા-પાઠથી શક્તિ વધે છે અને તેનો સંચય થાય તે માટે યોગ્ય આસનનો ઉપયોગ પણ જરૂરી છે. એટલે કે પૂજામાં વિશિષ્ઠ પ્રકારના આસનનું પણ વૈજ્ઞાનિક મહત્વ છે. દર્ભનું આસન વિદ્યુતનું અવાહક છે એટલે કે પૂજાથી જે શક્તિ પ્રાપ્ત થાય છે તે શરીરમાં જ રહે છે બહાર નીકળી જતી નથી. એટલા માટે આસાન તરીકે દર્ભનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે. પૂજામાં માળાનું પણ વૈજ્ઞાનિક મહત્વ રહેલું છે. અંગૂઠો અને અંગૂલીના સંઘર્ષથી એક વિલક્ષણ વિદ્યુત ઉત્પન્ન થાય છે. જે હૃદયચક્રને અસર કરે છે, મન સ્થિર કરે છે. માળા મધ્ય આંગળીથી ફેરવવી કેમકે તેનું હૃદય અને ધમનીના તાર સાથે સીધો સંબંધ છે. માળાના મણકા 108 હોવા પાછળ પણ તર્ક છે. ૨૭ નક્ષત્રો અને દરેકના ચાર ચરણ એમ 2૭ x ૪ = 108 જે સંખ્યા પવિત્ર ગણાય છે.
ટૂંકમાં ભાદરવા માસ દરમ્યાન પૃથ્વી પર આવતા ગણેશ તરંગોનો ઊંડી સમજણ અને યોગ્ય પૂજાવિધિ સાથે આ ગણેશ ચતુર્થી પ્રસંગે લાભ લઇ જીવનને સંપૂર્ણ પવિત્ર બનાવીએ એ જ અભ્યર્થના.ભાદરવા માસમાં આવતી ગણેશચતુર્થી અને ગણેશ ઉત્સવનું વૈજ્ઞાનિક મહત્વ
શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ
સનાતન હિન્દુધર્મમાં દરેક વિશિષ્ટ દિવસો કે તહેવારો પાછળ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. પહેલાના ઋષિમુનિઓ કે જેઓ દિલથી સંત અને દિમાગથી વૈજ્ઞાનિક હતા, તેમણે માનવજગતના કલ્યાણ માટે વર્ષ દરમિયાન આવતા ચોક્કસ દિવસોના વૈજ્ઞાનિક મહત્વને સમજી એને ધર્મ સાથે એટલી આબેહૂબ રીતે તહેવારના રૂપમાં જોડી દીધા કે જો એ દિવસો દરમિયાન યથાર્થ સમજણ અને શ્રદ્ધા સાથે ક્રિયા કરવામાં આવે તો સમગ્ર મનુષ્યજગતનું અવશ્ય કલ્યાણ થાય. અંતરિક્ષમાંથી અનેક દૈવીશક્તિના તરંગો પૃથ્વીના વાતાવરણમાં આવતા રહે છે. આ દિવ્યતરંગો જીવમાત્રને સુખ-શાંતિ આપવાનો અને વિઘ્નો દૂર કરવાનો ગુણધર્મ ધરાવે છે. આ તરંગો સૂર્ય-ચંદ્રની ભૌગોલિક સ્થિતિને કારણે ચોથના દિવસે મહત્તમ પૃથ્વી પર આવે છે જેથી તે દિવસે ગણપતિ પૂજન કરવાથી વધુ ફાયદો થાય છે. ભાદરવા સુદ ચોથના દિવસે સૌથી વધુ પ્રમાણમાં તરંગો આવતા હોવાથી તેને ગણપતિ જન્મોત્સવ તરીકે ઉજવાય છે. ખારાપાણીમાની ચકમક પર દ્રષ્ટિ જમાવી રાખી, “ઓહમ ગં ગણપતે નમઃ”, મંત્રનો નિયમિત એક વર્ષ જાપ કરવાથી ચકમકનો આકાર શાસ્ત્રોમાં વર્ણવેલ ગણપતિ જેવો થાય છે. મહારાષ્ટ્રના ગણેશ ભક્ત મોરિયા ગોસાવીએ આ રીતે ઘણા ગણપતિ બનાવી પરમ સિદ્ધિ હાંસલ કરી હતી. જેથી આજે પણ ગણપતિ બાપા મોરિયા બોલી ભગવાન અને ભક્ત બન્નેને સાથે યાદ કરવામાં આવે છે. વિજ્ઞાનમાં પણ આઇન્સ્ટાઇને કહ્યું છે કે પદાર્થનું શક્તિમાં રૂપાંતર થઇ શકે છે. તે માટેનું સૂત્ર પણ છે, E = mc૨ જ્યાં E = ઊર્જાશક્તિ m = દ્રવ્યનું દળ અને c = પ્રકાશની ગતિ. આ જ સિદ્ધાંત દ્વારા ઋષિમુનિઓ બ્રહ્માંડમાંથી આવતી દિવ્યશક્તિને સ્થૂળ આકારમાં રૂપાંતરિત કરતા હતા.
ગણપતિ પૂજનમાં વપરાતી સામગ્રી જેવી કે દુર્વા, લાલ રંગ, લાડુ, રેશમ, શ્રીફળ, આસન, માળા વગેરેનું પણ વૈજ્ઞાનિક મહત્વ અનેરું છે. ગણપતિ પૂજામાં લાલ રંગનું વિશેષ મહત્વ છે. કારણ કે ગણેશતરંગો શૌર્ય અને શક્તિથી ભરપૂર એવા લાલ રંગના તરંગો સાથે ખૂબ મેળ ખાય છે. એટલે કે લાલ રંગની વસ્તુ ગણેશ તરંગોને આકર્ષવામાં મદદ કરે છે. ગણપતિની મૂર્તિ જો લાલ રંગની હોય તો વધુ ફાયદાકારક રહે છે. પૂજામાં લાલ સિંદૂર, જાસૂદ કે ગુલાબના ફૂલ તેમજ લાલ વસ્ત્રોનો ઉપયોગ એ દ્રષ્ટિએ જ હિતાવહ છે. કારણ કે લાલ રંગ કોસ્મિક એનર્જીને આકર્ષે છે. લાલગ્રહ(મંગળ)માંથી નીકળતા તરંગો પર ગણેશતરંગો આધિપત્ય ધરાવે છે. ગણેશતરંગો મંગળ તરંગોના સકારાત્મક ગુણોને વધારી દે છે અને નકારાત્મક ગુણોનો નાશ કરે છે. જેથી મંગળ જેનો અશુભ હોય તેને ગણેશ પૂજા કરવાનું કહેવામાં આવે છે.
ગણેશ પૂજામાં દુર્વાનું વિશેષ મહત્વ છે. દૂર્વા એટલે દુ:+અવમ, જેનો અર્થ થાય છે દૂર રહેલાને નજીક લાવે તે. જે વસ્તુઓમાં ક્ષાર વધુ હોય એટલે કે કેલ્શિયમ ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ તે સકારાત્મક તરંગોને તીવ્રતાથી આકર્ષે છે. દુર્વામાં ક્ષારો ભરપૂર માત્રામાં છે, જેથી તેની સકારાત્મક તરંગોને ખેંચવાની તીવ્રતા વિશેષ રહે છે. એટલે પૂજામાં દુર્વા ખૂબ લાભદાયી સાબિત થાય છે.
ગણપતિપૂજામાં લાડુનું પણ વિશેષ મહત્વ છે કારણ કે તે પણ ગણેશ તરંગોને આકર્ષે છે, વળી ગોળ આકારમાં પૃથ્વીતત્વ વધુ હોય છે જેથી પણ લાડુનું વિશેષ મહત્વ છે. પરંતુ લાડુ માવાના નહિ, ચોખા, ગોળ, ઘી કે નારિયળના હોવા જોઈએ. આયુર્વેદના મતે ચોખા શ્રેષ્ઠ ધાન્ય છે. શક્તિ અને બુદ્ધિ બંને વધારે છે. જ્યારે ઘી પરમ પિત્તનાશક છે. ગોળ શક્તિદાયક છે.
આ જ રીતે પૂજામાં રેશમનું કપડું વિશેષ વપરાય છે, તેની પાછળ પણ અનેરૂ વિજ્ઞાન કામ કરે છે. રેશમમાં સૌથી વધુ ભેજ ગ્રહણ કરવાની શક્તિ છે. તેને પવિત્ર ગણવા પાછળનું મુખ્ય કારણ તેનો આરોગ્ય સાથેનો સીધો સંબંધ છે. કેમ કે રેશમનો કીડો પોતાની લાળ વડે કોશેટો તૈયાર કરે છે, પછી તેમાં સુષુપ્ત અવસ્થામાં 15 થી 20 દિવસ રહે છે. આમ તે એવું આવરણ તૈયાર કરે છે કે કોઈ ગંદકી, જીવાણું કે બેક્ટેરિયા તેને અસર ન કરી શકે. આ રીતે તૈયાર થયેલ રેશમનું કપડું માણસને ઘણી બીમારીઓથી બચાવે છે. સ્ત્રીઓને પિરિયડમાં રેશમ પહેરવાનું કહેવામાં આવે છે. કેમ કે કોઈ જીવાણુ ગર્ભાશય કે યોનીને ઈન્ફેક્શન ન લગાડી શકે. તેમ જ રેશમની ભેજસંગ્રહશક્તિને કારણે તે ભેજ, ફૂગ તેમજ બેક્ટેરિયાને દૂર રાખે છે. રેશમના વસ્ત્રને વારંવાર ન ધુઓ તો પણ ચાલે કારણ કે તે જાતે હવાના સંસર્ગમાં સ્વચ્છ થવાનો ગુણધર્મ ધરાવે છે. આમ silk is most hygienic cloth. તેથી પહેલાના જમાનામાં અબોટીયા રેશમી કપડામાંથી જ બનતા અને રસોઈ બનાવતી વખતે તે જ પહેરવાનો આગ્રહ રાખવામાં આવતો. રેશમી વસ્ત્ર પહેરી જમવાનો રિવાજ હતો. રસોઈની સામગ્રીમાં શુદ્ધતા જળવાય અને બિમારીથી બચાય તે હેતુથી રેશમનો ઉપયોગ ઉત્તમ ગણાતો. રેશમને આગ લાગે તોય એ થાર્મોગ્રફિક હોવાથી બળીને રાખ થઈ જાય છે જેથી શરીરને ઓછું નુકસાન કરે છે. જ્યારે અન્ય કપડા આગ લાગતાં પ્લાસ્ટીકની જેમ શરીરને ચોંટી જાય છે. રેશમ પસીનો વધુ ચૂસી શકે છે જેથી ચામડીજન્ય રોગો થતા અટકે છે. રેશમ બારેમાસ પહેરવા લાયક છે. કેમ કે તે આઈસોથર્મલ ગુણધર્મ ધરાવે છે. એટલે કે શિયાળામાં હૂંફાળા અને ઉનાળામાં ઠંડક આપે છે. રેશમમાં કુદરતી પ્રોટીન હોવાથી 16 જાતના એમિનો એસિડ ધરાવે છે, જે ખૂબ બોડી ફ્રેન્ડલી છે. જેથી શરીર પણ તેનો સ્વીકાર કરે છે એટલે તો ઓપરેશનમાં ટાંકા લેવા રેશમનો દોરો વપરાય છે. શિયાળે વુલન ભલું, ઉનાળે સુતરાવ, ચોમાસે નાયલોન પરંતુ રેશમ બારેમાસ ઉત્તમ. રેશમીવસ્ત્રને કાચ સાથે ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે વાતાવરણમાં રહેલા અનેક તરંગોમાંથી શુભ કલ્યાણકારી તરંગો ખેંચવાની રેશમની શક્તિ વિશેષ છે અને તે નકારાત્મક તરંગો સાથે અપાકર્ષણ ધરાવે છે જેથી તેને દૂર રાખી શકાય છે. રેશમી કપડા ફેંકી દેવામાં આવે તો પણ પર્યાવરણમાં ભળી જઈ તે પ્રદૂષણ પેદા કરતા નથી કેમ કે તેનામાં કુદરતી પ્રોટીન છે. વળી તેને બાળવાથી પણ કોઈ હાનિકારક વાયુ પેદા થતો નથી. રેશમના કીડાનો ઉછેર શેતૂરના વૃક્ષ પર થાય છે એ રીતે કારખાના કરતાં વૃક્ષો વધારવા પર્યાવરણ માટે વધુ ફાયદાકારક છે. રેશમનો ઉછેર અહિંસક રીતે પણ શક્ય છે. સ્પન સિલ્ક બનાવવામાં રેશમના કીડાને મારી નખાતા નથી.
પૂજામાં વપરાતું શ્રીફળ પણ વૈજ્ઞાનિક મહત્વ ધરાવે છે. શ્રીફળમાં કેલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ વગેરે હાડકાં, દાંત, નખ અને વાળને મજબૂત કરે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ ૩૦૦ જેટલા પાચકરસ બનાવવામાં મદદરૂપ છે. તેમ જ જ્ઞાનતંતુને કાર્યક્ષમ બનાવે છે. ચોખા સાથે નાળિયેર એક સમતોલ ઔષધિયુક્ત પૌષ્ટિક આહાર બને છે. કોપરાપાક રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. શરીરમાં સપ્તધાતુને વધારી હૃદય પુષ્ટ કરે છે અને દુર્બળતાને દૂર કરે છે. પૂજામાં શ્રીફળ મૂકવાથી મંત્રોની અસર પાણી પર ઝડપથી થાય છે. શ્રીફળમાંનું પાણી હકારાત્મકતાને સંગ્રહે છે અને સર્વનું કલ્યાણ શક્ય બને છે.
પૂજા-પાઠથી શક્તિ વધે છે અને તેનો સંચય થાય તે માટે યોગ્ય આસનનો ઉપયોગ પણ જરૂરી છે. એટલે કે પૂજામાં વિશિષ્ઠ પ્રકારના આસનનું પણ વૈજ્ઞાનિક મહત્વ છે. દર્ભનું આસન વિદ્યુતનું અવાહક છે એટલે કે પૂજાથી જે શક્તિ પ્રાપ્ત થાય છે તે શરીરમાં જ રહે છે બહાર નીકળી જતી નથી. એટલા માટે આસાન તરીકે દર્ભનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે. પૂજામાં માળાનું પણ વૈજ્ઞાનિક મહત્વ રહેલું છે. અંગૂઠો અને અંગૂલીના સંઘર્ષથી એક વિલક્ષણ વિદ્યુત ઉત્પન્ન થાય છે. જે હૃદયચક્રને અસર કરે છે, મન સ્થિર કરે છે. માળા મધ્ય આંગળીથી ફેરવવી કેમકે તેનું હૃદય અને ધમનીના તાર સાથે સીધો સંબંધ છે. માળાના મણકા 108 હોવા પાછળ પણ તર્ક છે. ૨૭ નક્ષત્રો અને દરેકના ચાર ચરણ એમ 2૭ x ૪ = 108 જે સંખ્યા પવિત્ર ગણાય છે.
ટૂંકમાં ભાદરવા માસ દરમ્યાન પૃથ્વી પર આવતા ગણેશ તરંગોનો ઊંડી સમજણ અને યોગ્ય પૂજાવિધિ સાથે આ ગણેશ ચતુર્થી પ્રસંગે લાભ લઇ જીવનને સંપૂર્ણ પવિત્ર બનાવીએ એ જ અભ્યર્થના.