આજના આઠના અગ્નિસંસ્કાર સાથે
રાજપીપલા સ્મશાનગૃહમા40દિવસ મા કૂલ 166ના અગ્નિસંસ્કાર થયા!

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા:

આજે એકજ દિવસ મા રાજપીપલા સ્મશાનગૃહમા એકી સાથે 8આઠ ચિતા સળગી!

આજના આઠના અગ્નિસંસ્કાર સાથે
રાજપીપલા સ્મશાનગૃહમા40દિવસ મા કૂલ 166ના અગ્નિસંસ્કાર થયા!



સતત વધતા જતા આંકડાઓ ચિંતાનો વિ

એપ્રિલમા 124અને મેં માસમાં 10 દિવસ મા 42ના અગ્નિસંસ્કાર કર્યા

સરકારી ચોપડે માત્ર 3 ના મોત!

રાજપીપલા, તા 10

રાજપીપલા સહીત નર્મદા જિલ્લામા કોરોના કાળનો મોતનો પંજો ફરી વળ્યો છે સતત વધતા જતામોત નો આંકડાઓ ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 40 દિવસથી મોતનો સિલસીલો બંધ નથી થયો.એક પણ દિવસ મોત ના થયું હોય એવું બન્યું નથી. રાજપીપલા સ્માશન ગૃહના મોતના સત્તવાર આંકડા બોલી રહ્યા છે. નર્મદામા છેલ્લા 40 દિવસમાં કૂલ 166ના અગ્નિ સંસ્કાર કરાયાછે. આ સત્તાવાર આંકડા છે. રાજપીપલા કોવિદ મા દર્દીઓ દાખલથાય છે જેમાં ઘણા સાજા પણથાય છે પણ ઘણા દમ પણ તોડે છે.
નર્મદામા એપ્રિલમા 113અને મેં માસમાં દશ દિવસ મા 42ના રાજપીપલા સ્મશાન ગૃહ મા અગ્નિસંસ્કાર કરાયા છે
અત્યાર સુધીમાં નર્મદા મા 3615 કોરોનાના કેસો થઈ ચુક્યા છે. અને હવે રોજ હવે 40ની એવરેજથી કેસો મા વધારો થઈ રહ્યો છે.જે ચિંતાનો વિષય છેતેમ છતાં આશ્ચર્ય ની વાત એ છે કે આરોગ્ય કોવીડ હોસ્પીટલ ના અત્યાર સુધી માત્ર 3નાજ આંકડા બોલે છે. આંકડા છુપાવતાઆરોગ્ય તંત્ર ના ખોટા આંકડા સામે રાજપીપલા સ્મશાન ગૃહમા મૃતકો ના આંકડા બોલી રહ્યા છે. અમારી લાશો પર તો રહેમ કરો. કમસે કેમ અમારી અંતિમ ઘડી મા અમારા સાચા આંકડા તો બતાવો.?!

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા