સૂર્યા મરાઠી હત્યા કેસના બે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

સુરતઃ સૂર્યા મરાઠી હત્યા કેસમાં સંડોવાયેલા છ આરોપીઓ પૈકી રાહુલ અને સતિષ પોલીસ સમક્ષ હાજર થતાં સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં સરકારી વકીલ પ્રવીણ પટેલે 11 મુદ્દાના સહારે 14 દિવસનાં રિમાન્ડની માગણી હતી. દલીલો બાદ કોર્ટે બંને આરોપીઓના પાંચ દિવસનાં રિમાન્ડ આપ્યાં હતાં. પકડાયેલા આરોપીઓ નાસતા ફરતા 4 આરોપીઓની શોધખોળ કરવા જરૂર હોવાનો રિમાન્ડમાં ઉલ્લેખ કરાયો છે.