મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૯૧૦૦ વનબંધુઓને ર૯૯ હેકટર વન જમીનની માલિકીના આદેશ-હક્ક પત્રોનું ડિઝીટલી વિતરણ કર્યુ.

 *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડના વનવાસી ક્ષેત્ર કપરાડામાં ધરમપુર કપરાડા અને ઉંમરગામ ના મળીને કુલ ૯૧૦૦ વનબંધુઓને ર૯૯ હેકટર વન જમીનની માલિકીના આદેશ-હક્ક પત્રોનું ડિઝીટલી વિતરણ ગાંધીનગરથી કર્યુ હતું*
 *મુખ્યમંત્રીશ્રીએ વનબંધુઓના કારણે જ રાજ્યમાં વનો, વનસંપદા અને વન્ય પ્રાણી સૃષ્ટિ સુરક્ષિત રહ્યા છે તેમ આ સનદી વિતરણ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું*
 *સદીઓથી જંગલ જમીન ખેડતા અને વનોનું જતન સંવર્ધન કરતા વનબંધુઓને જમીન હક્ક આપી જમીન માલિક બનાવવાના રાજ્ય સરકારના અભિગમ રૂપે આ સનદ વિતરણ કોરોના સંક્રમણને કારણે ડિઝીટલી તથા સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે યોજવામાં આવ્યો હતો*.
 *અંબાજીથી ઉમરગામની આદિજાતિ પટ્ટીના ૧૪ જિલ્લામાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૯૧૪૦૦ વ્યકિતગત અને ૪પ૬૯ સામૂહિક દાવાઓ મંજૂર કરેલા છે*
 *આ દાવાઓમાં ૧,૪૯,પ૪૦ એકર જમીન વનબંધુઓને મળી છે*
*સામૂહિક દાવાઓ અન્વયે ૧૧ લાખ ૬૦ હજાર થી વધુ એકર જમીન મંજુર કરવા માં આવી છે*
 *મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ થી સૌ વનબંધુ લાભાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું કે રાજ્ય સરકારે પેસા એકટનો સુચારૂ અમલ કરીને વનવાસીઓને ગૌણ વન પેદાશો અને ગૌણ ખનિજના વેચાણ હક્કો-માલિકી હક્કો આપીને સ્થાનિક વિકાસ માટેના નવા દ્વાર ખોલ્યા છે*.
 *મુખ્યમંત્રીશ્રીએ વનવાસી ક્ષેત્રોમાં શાળા, કોલેજ, રસ્તા, પાણી, વીજળીના પાયારૂપ વિકાસ કામો માટે ૧ લાખ કરોડ રૂપિયા વનબંધુ કલ્યાણ યોજનામાં ફાળવવામાં આવેલા છે તેમ પણ જણાવ્યું હતું*.
 *આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા કપરાડાથી આ વિડીયો-ડિઝીટલ સનદ અધિકારપત્ર વિતરણ કાર્યક્રમ માં જોડાયા હતા અને સ્થળ પર પ્રતિકરૂપે તેમણે સનદ અધિકારપત્રોનું વિતરણ કર્યુ હતું*
……