વડોદરામાં સોફ્ટવેર બનાવતી કંપનીમાં ત્રીજા માળે ભીષણ આગ

કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક સોફ્ટવેર બનાવતી કંપની ન્યૂમરેટરમાં ત્રીજા માળે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે, ભીષણ આગના પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ધુમાડા અને કાચની બારીના કારણે ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.