જામનગરના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેતી સંરક્ષણની સંસદીય સ્થાયી સમિતિ
જીએનએ જામનગર: સંરક્ષણની સંસદીય સ્થાયી સમિતિએ 28 એપ્રિલ 2022થી 30 એપ્રિલ 2022 દરમિયાન જામનગરના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. સંરક્ષણની સ્થાયી સમિતિના ચેરમેન શ્રી જુઆલ ઓરમ તેમજ સંસદ સભ્યો સહિતનું પ્રતિનિધિમંડળ, લોકસભા સચિવાલય અને સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ પણ આ મુલાકાતમાં જોડાયા હતા. તેમને આ મુલાકાત દરમિયાન દક્ષિણ પશ્ચિમી એરકમાન્ડની ભૂમિકા અને પરિચાલન પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ ટીમે SWACના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહ સાથે સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન, સંસદીય ટીમને આ બેઝ ખાતેની પરિચાલન તૈયારીઓની માહિતી આપવામાં આવી હતી અને ભારતીય વાયુસેનાના ફાઇટર તેમજ હેલિકોપ્ટરના કાફલાની ક્ષમતાઓનું પ્રદર્શન કરતા એર ઓપરેશન્સના નાના પ્રદર્શનના સાક્ષી બન્યા હતા.