અમદાવાદમાં નિઃશુલ્ક ઓક્સિઝન સાથે ઓટો એમ્બ્યુલન્સની શરૂઆત
પનાહ ફાઉન્ડેશન દ્રારા અમદાવાદમાં નિઃશુલ્ક ઓટો એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કોરોનાના દર્દીને એક કોલ કરવાથી તેની સેવા માટે દર્દીના ઘરેથી હોસ્પિટલ સુધી મફત સેવા પૂરી પાડવામાં આવી રહી છે, સાથે જરૂરિયાત વાળા કોરોના દર્દીને ઓક્સિજન ની જરૂર હોય તો તેપણ મફત આપવામાં આવે છે. અને જરૂરિયાત વાળા કોરોના દર્દીના ઘરે કરિયાણાની કીટ સાથે હોસ્પિટલ અને બહારથી લાવવામાં આવતી દવાનો સંપૂર્ણ ખર્ચ પણ પનાહ ફાઉન્ડેશન દ્રારા આપવામાં આવી રહ્યો છે. દર્દી સાજો થઈને ઘરે આવવા પણ ઓટો એમ્બ્યુલન્સ નો ઉપયોગ કરી શકે છે. પનાહ ફાઉન્ડેશન અત્યારે અમદાવાદ માં અલગ અલગ એરિયામાં આશરે 10 ઓટો અને 10 જેટલી કાર એમ્બ્યુલન્સ દ્રારા સેવા પૂરી પાડે છે. આ સેવા અમદાવાદ સિવાય ગાંધીનગર, કલોલ, બાવળા, સાણંદ જેવા એરિયામાં અવિરત સેવા પનાહ ફાઉન્ડેશન આપી રહ્યું છે. આ સાથે રિક્ષાના ડ્રાઇવરોનો પીપીએ કીટ, સેનેટાઇઝર સાથે દર્દી અને ડ્રાઇવર વચ્ચે પ્લાસ્ટીક ની દીવાલ જેવા સેપ્ટિ આવરણોથી લેસ તથા અઠવાડીયે રેગ્યુલર RTPCR ટેસ્ટ પણ કરવામાં આવે છે.