મધર્સ ડે!!!
આવો પણ કોઈ દિવસ હોય કંઈ??
વર્ષમાં આવતી 4 નવરાત્રી, ગુપ્ત નવરત્રીઓ અને માતૃનોમ પછી પણ મધર્સ ડે…. કંઈ નહીં 365 જેવો જ પણ વેસ્ટર્નની હવા સાથે એક વધુ નામ સાથે દિવસની ઉજવણી…. એટલે મધર્સ ડે.
આજે માતૃત્વ વિશે વાત કરવી છે. માતૃત્વ 3 અલગ અલગ તબક્કા છે.
1. હજુ જેને માં બનવાનું બાકી છે: ઘણી ઇચ્છાઓ સાથે કોઈ સ્ત્રી ભણી, કરીર બનાવે અને પગભર થાય કે તરત લગ્ન. પછી, થોડા જ સમયમાં સમાજના અણસમજુ પ્રશ્નોની શરૂઆત. ખબર નથી પડતી કે સમાજને આ પ્રશ્નો ઉદ્ભવે છે જ કેમ?
* હંમેશ યાદ રહે કે વિજ્ઞાન ઘણું આગળ છે હવે બહુ બધા વિકલ્પ છે જેમ કે Egg preservation, IVF કે પછી testtube conceived હોય
દરેકને જિંદગી જીવવાનો અધિકાર છે અને સપના પૂરા કરવા દો.
* ટોન્ટ, ન ગમતા પ્રશ્નો અને સલાહથી દબાણ અને સ્ટ્રેસ વધે છે.
*જીવનના દરેક પ્રંસગ માટે કુદરતે ચોક્કસ સમય નકકી કરેલો હોય છે, બહુ તેની માટે વિચારવા કે પરેશાન થવા કરતા સાચા અર્થમાં જીવન જીવવાની શરૂઆત કરવી વધુ જરૂરી છે.
2. પ્રેગનન્સી: અસ્તિવ સાથે જીવન બદલનારો અને આ જીવનનો સૌથી સુખદ નાનકડો 9 મહિનાનો તબક્કો છે. દર મહિને ગર્ભના વિકાસની સૌથી સુખદ અનુભૂતિ પણ સુખદ રીતે જીવી નથી શકાતો કારણકે તેમાં શું થઇ રહ્યું છે તેના કરતા વધારે googleમાં search કરીને શું શું નથી થઈ રહ્યુ એ વિચારીને વધારે પડતી ચિંતા કરવી.
*બહુ બધા પાયા વગરના રીતી રિવાજ, દરેક સાથે સરખામણી અને વણજોઈતી સલાહ કે ગૂગલના લીધે થતી વધુ પડતી ચિંતાઓ.
* ભારતમાં હજી પણ babyshowerમાં પુત્ર સંતાન માટે જ આશિર્વાદ આપવામાં આવે છે ખબર નહીં કેમ! (મારા જેવી કોઈકને દીકરીની જ આશા હોય તો ?)
*આ સમય પછી નથી આવતો માટે જ વાંચન,પ્રભુ ભજન, ગમતા શોખ, હળવી રીતે 9 મહિના પસાર કરી લેવા….પ્રભુ , પોતાના પર, પોતાના ગર્ભ અને પોતાના ડોક્ટર પર ભરોસો રાખીને!
3. ડિલિવરી પછી: જે બાળક માટે પ્રેગનન્સીના9 મહિના કે તેની પેહલાથી બહુ જ બધા સપનાઓ જોયેલા તે તમારી સામે છે અને માં તરીકેની સાચી કસોટી હવે શરૂ થાય છે. નાનકડા જીવ સાથે, શરીરના પરિવર્તન અને post partum depressions (હોર્મોન્સ બ્લુ)સેહલું નથી. એક સાથે બધું સાથે મેનેજ કરવું અઘરું બની જાય છે. કેહવાય છે ને “માં બની જવું સેહલુ છે પણ તેની ફરજ નિભાવવી અઘરી છે”.
*કોઈ બાળક મેન્યુઅલ બુક સાથે જન્મ નથી લેતું, સમય અને અનુભવ સાથે માં દરેક વાત સમજી જતી હોય છે. કોઇ જ માં કાચી નથી હોતી. આસપાસના લોકો બાળકની સાથે માંને પણ એટલો જ પ્રેમ આપે, તો કદાચ આ પ્રેમ આખી જિંદગી સ્ત્રી નહીં ભૂલી શકે! અફસોસ કે આવો પ્રેમ મળતો નથી.
*સતત બીજાના બાળકના Milestones સાથેની પોતાના બાળકની સરખામણી. વર્ગમાં અભ્યાસ કરતાં બધા વિદ્યાર્થીઓ એક જ વિષયમાં હોશિયાર હોય છે?( જવાબ : ના) તો પછી દરેક બાળકના Milestones બીજા સાથે સરખાવી કેમ શકાય?? પોતે આ તબક્કેથી પસાર થયા હોવ તો બીજાને સમજાવો depression નહી આપો.
* Social media અને વેસ્ટર્ન કલ્ચરનું આંધળું અનુકરણ જેમાં disposable daipers, nibler, pacifiers કે બીજું ઘણું બધું…. જેની જરૂર નથી. કુદરતી રીતે બાળકને ખીલવા દો… બસ જરૂર છે થોડી મેહનત અને સજાગતાની.
અને થાય તો ઉપરના કોઈ પણ તબક્કામાં કોઈને judge ના કરશો. બધા એમની રીતે, એમની જિંદગીમાં perfect જ હોય છે.
આજ માટે બસ આટલું જ!
બીજા ઘણા પ્રસંગ સાથે ફરીવાર જ્યારે પણ મોકો મળશે ત્યારે લખતી રહીશ… પણ એકવાત ચોક્કસથી કહીશ કે માં બન્યા પછી હું મારા મમ્મીની વધુ સારી રીતે સમજી શકું છું. અફસોસ છે કે દીકરી અને તેની માં વિશેના સંબધ માટે બહુ ઓછું લખાયું છે, ક્યારેક લખવાનો પ્રયાસ કરવો છે.
– પ્રિયંકા જોષી ભટ્ટ
9મી મે, 2021
@મધર્સ ડે