ગરૂડેશ્વર તાલુકાના ખડગદા ગામેથી સગીર વયની છોકરીને ભગાડી જવાની ફરિયાદ.
રાજપીપળા,તા.8
ગરૂડેશ્વર તાલુકાના ખડગદા ગામેથી સગીર વયની છોકરીને ભગાડી જવાની ફરિયાદ કેવડીયા પોલીસ મથકમાં નોંધાવા પામી છે.જેમાં ફરિયાદી સગીર વયના છોકરીના પિતાએ આરોપી ગૌતમભાઈ મણિલાલભાઈ તડવી (રહે,વાડી ફળિયા, ગરુડેશ્વર) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી ગૌતમભાઈ મણિલાલભાઈ તડવી (રહે,વાડી ફળિયા, ગરુડેશ્વર )એ ખડગદા ગામેથી ફરિયાદીના કાયદેસરના વાલીપણા માંથી લગ્ન કરવાની લાલચ આપી, પટાવી, ફોસલાવી ભગાડી લઈ જઈ ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા