નાંદોદ તાલુકાના આંબલી ગામ 6 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ નીકળતા દોડધામ.

નાંદોદ તાલુકાના આંબલી ગામ 6 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ નીકળતા દોડધામ.
રાજપીપળા પ્રાંત અધિકારી આંબલી ગામે પહોંચી કોરોના ગ્રસ્ત દર્દીઓ ને સમજાવી આમલી ગામ ખાતેના કોવીડ કેર સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં રાહત.
પ્રાંત અધિકારી કે.ડી.ભગતે નાંદોદ તાલુકાના ખુંટાઆંબા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી.
આરોગ્ય કેન્દ્ર ખાતે થઈ રહેલી આરોગ્યલક્ષી સેવાઓ અને કામગીરીનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી જરૂરી માહિતી મેળવી હતી.
રાજપીપળા,તા. 8
નર્મદા માં કોરોના ના કેસો વધી રહ્યા છે.લોકો ટેસ્ટ કરાવતા નથી.રસી મુકવા આવતા નથી.અને ગામમાં બિન્દાસ્ત ફર્યા કરે છે.આવા લોકો કોરોના નું સંક્રમણ વધારી રહ્યા છે.તાજેતરમાં નાંદોદ તાલુકાના આંબલી ગામમાં વ્યક્તિઓ કોરોના પોઝિટિવ કેસ જણાતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો.આ બાબતની જાણ અધિકારીઓને થતા રાજપીપળાના પ્રાંત અધિકારી કે.ડી. ભગતે નાંદોદ તાલુકાના ખુંટાઆબા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.અને ત્યાં આરોગ્ય કેન્દ્ર ખાતે થઈ રહેલી આરોગ્યલક્ષી સેવાઓ અને કામગીરીનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.આ મુલાકાત દરમિયાન ખુંટાઆબા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે આંબલી ગામના 6 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ હોવાની જાણકારી મળતાં અધિકારી ચોકી ઉઠયા હતા.અને કે.ડી.ભગતે તુરંત જ ગામના સરપંચ, મેડીકલ ટીમ અને ગામના આગેવાનોને સાથે રાખીને આમલી ગામના આ 6 પોઝિટીવ કોરોનાગ્રસ્ત દરદીઓને સમજાવીને આંબલી ગામ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. કોરોનાના કેસ હવે ગામડાંઓમાં કરવા માંડ્યો છે.તે ચિંતાનો વિષય બન્યો છે.

રિપોર્ટ :જ્યોતિ
જગતાપ,રાજપીપળા