હવે કેમ છો ટ્રમ્પ નહીં ‘નમસ્તે ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતનું નામ નમસ્તે ટ્રમ્પ આપવામાં આવ્યુ છે. અમદાવાદ કોર્પોરેશનની વેબસાઈટ પર કેટલીક તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે. જેમા અમદાવાદની જનતાને પીએમ મોદી અને ટ્રમ્પની રેલીમાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. ત્યારે કેમ છો ટ્રમ્પનું નામ બદલી ટ્રમ્પની ભારત મુલાકાતને નમસ્તે ટ્રમ્પ નામ આપવામાં આવ્યુ છે.