રાજપીપળા સંતોષ ચોકડી પાસે બોલેરો પીકપ ગાડી સાથે કુલ કિં. રૂ. 3425000/- પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા.
ઇંગ્લિશ દારૂ ના ક્વાટરીયા નંગ 370 કિં.રૂ.37000/- તથા મોબાઇલ ફોન તથા બોલેરો પીકપ ગાડી નો મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો અન્ય વોન્ટેડ જાહેર કરાયા.
રાજપીપળા, તા. 25
રાજપીપળા સંતોષ ચોકડી પાસે બોલેરો પીકપ ગાડી માંથી ઇંગ્લિશ દારૂ ના કવાટરીયા નંગ.370 કિં.રૂ.37000/- તથા મોબાઇલ નંગ-2 કિં. રૂ. 5500 /- તથા બોલેરો પીકપ ગાડી કિં.રૂ.300000/- મળી કુલ કિ. રૂ. 342500/-નો મુદ્દામાલ સાથે આરોપીને એલસીબી નર્મદા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચના મુજબ જિલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની કડક નિદર્શનો અને સૂચનાના પગલે એમ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી દ્વારા એલસીબી સ્ટાફના પોલીસ માણસોને જિલ્લામાં દારૃની હેરાફેરી તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં ઇસમોમાં ઉપર વોચ રાખતાં જણાવતા પોલીસને બાતમી મળેલ કે એક સફેદ કલરની બોલેરો પીકપ ગાડી નંબર જીજે 22 યુ 2596 મા ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરી ભણાદ્રા તરફ થી રાજપીપળા તરફ આવવા નીકળેલ છે.જે બાતમીને આધારે વાહનની વોચમાં વડીયા જકાતનાકા પાસે નાકાબંધી કરી હતી. તે દરમિયાન બોલેરો પીકપ ગાડી ભણાદ્રા તરફથી આવતાં તેને ઉભી રાખવાનો હાથથી ઇશારો કરતાં ગાડીના ચાલકે ગાડી ઉભી રાખી નહીં. અને રાજપીપળા ટાઉન તરફથી ભગાવવા લાગેલ. જેથી તેનો પીછો કરતા બોલેરો પીકપ ગાડી ને સંતોષ ચોકડી પાસે ઝડપી પાડેલ. અને ગાડીની ઝડતી તપાસ કરતા ઇંગ્લીશ દારૂ ના કવાટરીયા નંગ.370 કિં.રૂ.37000/- તથા મોબાઇલ નંગ-2 કિં. રૂ. 5500 /- તથા બોલેરો પીકપ ગાડી 1 કિં.રૂ.300000/- ના મુદ્દામાલ સાથે આરોપી વિજયભાઈ માનસિંગભાઈ વસાવા(રહે,ધીરખાડી ખાપર ફળિયું,ગરુડેશ્વર) ને પકડી પાડી ગુનાના કામે વિદેશી દારૂ ભરાવનાર તથા મંગાવનાર અન્ય આરોપીઓ સામસીંગ,ગુરુજીભાઈ બને (રહે, નીચલી માથાસર, દેડીયાપાડા),શીવાભાઈ શનુભાઈ વસાવા (રહે,મોતીબાગ,નાંદોદ) શૈલેષભાઈ ઉતરીયાભાઈ વસાવા (રહે, ધીરખાડી, ખાપર ફળિયા,ગરુડેશ્વર )નાઓને વોન્ટેડ જાહેર કરી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી રાજપીપળા પોલીસમાં રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
તેમજ આરોપી વિજયભાઈ માનસિંગભાઈ વસાવા(રહે,ધીરખાડી ખાપર ફળિયું,ગરુડેશ્વર) આની ઘરને ઝડતી તપાસ કરતાં ઇંગ્લિશ દારૂ ના ક્વાટરીયા 96 કિં. રૂ. 9600 /- તથા દેશી દારૂ લી. 30 કિં. રૂ.600/- ના મળી કુલ કિં. રૂ.10200/- ના મુદ્દામાલ સાથે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા