ટ્રમ્પના સ્વાગત માટે થીમ બેઝ રોડ શોનું આયોજન, 28 રાજ્યોની ઝાંખી કરવામાં આવશે રજૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના છે. ત્યારે ટ્રમ્પના સ્વાગત માટે થીમ બેઝ રોડ શોનું પણ આયોજન કરાયું છે. આ રોડ શોમાં 28 રાજ્યોની ઝાંખી રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત બંને નેતાઓનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. આ રોડ શોની થીમ મોદી અને ટ્રમ્પની ફ્રેન્ડશીપ પર રહેશે. ટ્રમ્પ અને મોદીની ફ્રેન્ડશીપ પર થ્રીડી ઈમેજ, હોર્ડિગ્સ અને બેનર પણ મૂકાશે.