800થી વધુ કુટુંબોને ચાલુ સીઝનમા રોજગારી મળી, 81લાખની આવક થઈ

નર્મદા જિલ્લામા કોરોનામા પણ પૂર બહારમા ખીલી ઉઠેલી ટીમરૂપાનની સિઝન

ચાલુ સીઝન મા નર્મદા ના આદિવાસીઓને 800 કુટુંબોને 81લાખની આવક થઈ

 લોકડાઉનમા જિલ્લા ના આદીવાસીઓ માટે રોજગારીના નવા દ્વાર ખુલ્યા

સોશિયલ ડિસ્ટન્સના નિયમો સાથે ટીમરુપાન એકત્રીકરણ ખરીદીનો પ્રારંભ કર્યો.


નર્મદાના જેટલા કેન્દ્ર પર ટીમરુપાન વેચવા આદિવાસીઓ ઉમટ્યાં.

800થી વધુ કુટુંબોને ચાલુ સીઝનમા રોજગારી મળી, 81લાખની આવક થઈ


ગત વર્ષ કરતા ટીમરૂપાન ના ભાવ મા 20રૂ નો વધારો થયો.

ટીમરૂપાન ના 100 સ્ટાન્ડર્ડ પૂળા ના 130રૂ નો નવો ભાવ નિગમે આપ્યો..

આદિવાસીઓ ખુશ ખુશાલ

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, અને યુપી મા લોકડાઉંનને કારણે પર પ્રાંતના વેપારીઓ ન આવી શકતા ગુજરાત ના વેપારીઓ માલ ખરીદી રહ્યા છે

કરોડોનું ટર્ન ઓવર કરતો બીડી ઉદ્યોગ

રાજપીપળા,તા.05

હાલ નર્મદા જિલ્લામાં લગ્નની સીઝન અને ટીમરુપાનની સીઝન શરૂ થઇ છે .ટીમરુનાં પાન આદિવાસીઓ માટે 
રોજગારીનુ સાધન
 ગણાય છે .એક મહિનાની આખી સીઝનમાથી ટીમરૂપાનની આવક થીઆદિવાસીઓ ઘરના લગ્ન ઉકેલી નાંખે છે.

આ અંગે ફોરેસ્ટરાજપીપલા વન વિકાસ નિગમ ડિવિઝન ના ફોરેસ્ટ એક્સપર્ટ અને પૂર્વ મેનેજર એસ પી નવરે એ માહિતી આપતા જણાવ્યું છે કે હાલ નર્મદાજિલ્લા ના 13 જેટલા ફળ સેન્ટરો પર ટીમરુનાં પાનનું એકત્રીકરણ 
ચાલી રહ્યુ છે .જેમાં અભ્યારણ્ય વિસ્તાર ના 6 કેન્દ્રો ડુમખલ, પીપલોદ, મોરજડી, ફુલસર, જુનવદ, ઝરવાણી આ કેન્દ્રો મા પ્રવેશની મનાઈ હોવાથી
નિગમ દ્વારા ખાતાકીય કામગીરી કરી ખરીદ કરી ખાનગી વેપરીઓને આપી દેતા ચાલુ સીઝન મા 31લાખની આદિવાસીઓએ ચાલુ સીઝનમા રોજગારી મેળવી છે. અહીં નર્મદાના 300 કુટુંબોને એપ્રિલ મેં મા રોજગારી મળી છે.

જયારે અન્ય 7કેન્દ્રો સાગબારા, ગંગાપુરા, ડેડીયાપાડા, રાજપીપલા, આમલેથા, અને ગોરાના જન્ગલમાં વેપારીઓ ને હરાજી દ્વારા ટેન્ડર થી માલ વેચી દેવામાં આવ્યો છે. જેમા ચાલુ સીઝન મા 500કુટુંબોનેરોજગારી મળી છે તેનાથી આદિવાસીઓ ને 50લાખની આવક થઈ છે. આમ ચાલુ સીઝન મા નર્મદા ના આદિવાસીઓને 81લાખની800કુટુંબો ને આવક થઈ છે.
હાલ કોરોના લોક ડાઉન મા જયારે લોકોના રોજગાર ધંધા આવક બંધ થઈ ગઈ છે ત્યારે એક માત્ર ટીમરુપાન ની આવક આદિવાસીઓ માટે પૂરક રોજગારીનો વિકલ્પ બન્યા છે.

જયારે ઇનચાર્જ મેનેજર ડી આર ભટ્ટ
ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ રાજપીપ ળાએ જણાવ્યું હતું કે
નર્મદા જીલ્લો આદિવાસી વિસ્તાર ગણાય છે .જેમા મે માસ મા ટીમરુનાં પાનની સીઝન ગણાય છે ,હાલ આદિવાસીઓ વહેલી સવારે જંગલમાંથી ટીમરુનાં પાન તોડીને ઘરે લાવે છે .પછી આખો પરિવાર આખો દીવસ ભેગા થઇને આદિવાસી પરિવાર 50_50 પાનની જૂડી બનાવે છે ,સાંજે ટીમરુપાનના પોટ્લામાથે મૂકી ને નિયત કરેલા ફલ સેન્ટર પર વેચવા પહોચી જાય છે .ગૂજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારાચાલુ સાલે  100 સ્ટાન્ડર્ડ પુળા ના130  રૂ .ભાવ નક્કી કર્યો છે .ગત વર્ષે 110હતો

બે વર્ષથી કોરોના મા લોકોના રોજગાર ધંધા અને આવક બંધ થઈ છે ત્યારે આદિવાસીઓમાટે ટીમરૂ પાનની આવક ઉપયોગી થઈ પડી છે આજે તેમને સારો ભાવ મલી રહ્યો છે. આદિવાસીઓ વૈશાખ ની આખી સીઝન મા રોકડા કમાવી ને સારી એવી આવક મેળવીને ઘરના લગ્નનો ખર્ચ ઉકેલી નાંખે છે ,ઉપરાંત ઘર ખર્ચ ,બાલકૉ ના શિક્ષણ નો ખર્ચ પણ કાઢી નાંખે છે રોકડા નાણા સ્થળ પર જ ચૂકવી દેતા હોવાથીઆદિવાસીઓ માટે કોરોનામા  રોજગારીના નવા દ્વાર ખુલી જતા આદિવાસીઓમાંખુશીનું મોજું ફરી  વળ્યું છે. 


જેમાં  એપ્રિલ મેં માસ મા81 લાખનું ચુકવણું રાજપીપળા વન વિકાસ નિગમ અને આદિવાસી ઓ પાસેથી ટીમરૂનાપાન ખરીદીને રોકડાના સ્થળ પર હોવાનું જણાવ્યું હતું.
વધુમાં એસપી નવરેએ જણાવ્યું હતું કે દર વર્ષે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અન્ય રાજ્યોમાંથી ટીંમરુપાન ખરીદવા મોટા વેપારીઓ આવતા હતા પણ આ વખતે કોરોના કારણે ગુજરાતમાં પ્રવેશવાની પરવાનગી ન મળતા ગુજરાતમાં સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી શરૂ કરાઇ છે. જેમાં નડિયાદ,  ગોધરાના વેપારીઓ આવી ને માલ લઈ ગયા હતા.

નર્મદાના ટીમરૂપાન સારી ગુણવત્તા વાળા અને મોટાં પાન હોવાથી નર્મદાના ટીમરુપાનની ભારે માંગ રહે છે.
આજે પણ ટીમરુનાં પાન માથી ધમધમતો બીડી ઉધ્યોગ કરોડોનુ ટર્ન ઓવર કરી રહ્યો છે

તસવીર : જ્યોતિ  જગતાપ, રાજપીપળા