જુગારની રેડમાં રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પાંચ જુગારીઓ ઝડપાયા,બે ફરાર.

રાજપીપળા વડ ફળીયામાં જુગારની રેડમાં રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પાંચ જુગારીઓ ઝડપાયા,બે ફરાર.
રાજપીપળા,તા.6
રાજપીપળા વડ ફળિયામાં જુગારની રેડ કરતા દોડધામ મચી જવા પામી હતી.જેમાં રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે ઝડપાયા હતા. તથા બે ફરાર થઈ જતા તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ટાઉનના ઈન્ચા. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ચૌહાણની સુચના મુજબ રાજપીપળા પોલીસ સ્ટાફના માણસો હાજર હતા. તે વખતે પોલીસને બાતમી મળેલ કે રાજપીપળા ફળિયામાં વડના ઝાડ નીચે જાહેરમાં ખુલ્લી જગ્યામાં હારજીતનો પત્તાપાનાનો જુગાર રમી રહેલ છે.તેથી બાતમીને આધારે રેડ કરતા કેટલાક ઇસમો કુંડાળું વળીને બેસેલા હતા.અને આ જગ્યા ઉપર કોર્ડન કરતાં પાંચ ઈસમો પકડાઈ ગયેલા.અને બે ઈસમો નાસી ગયેલા પકડાયેલા ઇસમોની અંગજડતી તથા દાવ પરના રોકડા કિં.રૂ. 10,630 /- મળી આવેલ. પકડાયેલા આરોપીઓને પોલીસ મથકે લાવી જુગાર ધારા કલમ 12 ઇપીકો કલમ 51 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51 (બી)મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા