*કામરેજ વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું ખાત મુહૂર્ત કરતા રાજ્ય શિક્ષણમંત્રી*
સુરત, સંજીવ રાજપૂત: સુરત મહાનગર અને સુડા હદ વિસ્તારમાં સમાવિષ્ટ વાલક પાટીયાથી સ્વામિનારાયણ મિશનથી વાવ ગામ નેશનલ હાઈ-વે સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજે 16 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટ અને રોડના કાર્યના નિર્માણ કાર્યથી કામરેજ સહિત આસપાસના વિસ્તારોના રહીશોના જીવનસ્તરને ઊંચું લાવશે અને સુવિધામાં વધારો કરશે.
9
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં અંત્યોદય સુધી અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને જનસુવિધાના કાર્યોની સુગંધ પહોંચે તે રીતે અવિરતપણે આયોજનબદ્ધ કામો કરવામાં આવી રહ્યા છે.
રોડના નિર્માણ કાર્યથી કામરેજ સહિત આસપાસના વિસ્તારોના રહીશોના જીવનસ્તરને ઊંચું લાવશે અને સુવિધાઓમાં વધારો કરશે તેવું શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું.
આ ખાતમુહૂર્ત પ્રસંગે સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી, કોર્પોરેટર, સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.