વક્તવ્ય નાં મુખ્ય અંશો*
વર્તમાન મહામારીને સમજવી પડે.
આપણું શરીર અને બહારનું વાતાવરણ પંચમહાભૂત થી બનેલ છે.

*અખિલ ભારતીય ગ્રાહક પંચાયત* Akhil Bhartiya Grahak Panchayat, Gujarat
દ્વારા આયોજીત

Healthy Lifestyle – Post Covid
Dr Sudhir Joshi ,
District Ayurved Officer
District Panchayat, vadodara

*વક્તવ્ય નાં મુખ્ય અંશો*

વર્તમાન મહામારીને સમજવી પડે.
આપણું શરીર અને બહારનું વાતાવરણ પંચમહાભૂત થી બનેલ છે.
જ્યારે જનપદનો દોષ એટલે કે શરીર અને વાતાવરણમાં અસંતુલન વ્યાપક પ્રમાણમાં થાય તો શરીર બગડે.
આપણી કુલ છ ઋતુ છે, જે દર બે મહિને બદલાય છે.
એક થી બીજી ઋતુ બદલાય એને સંધીકાળ ‌કહે છે.આપણા શરીરમાં ફેરફાર થાય છે,તેને વાયરલ કે સિઝનલ ઇન્ફેક્શન કહીએ છીએ.

*કોવિડ આપણી ઇમ્યુનિટીને ત્રણ રીતે અસર કરે છે:*
૧.રોગીને, (બીપી,ડાયેબેટીક્સ વિગેરેને)
૨. વૃધ્ધ લોકોને,(ઈમ્યુનિટી ઓછી હોય)
૩.જનરલ લોકોને.(બીજા દ્વારા સંક્રમણ)

*ડાયટ અને લાઈફ સ્ટાઈલ:*
આયુષમા બંને બહું જ અગત્યના છે.
જેમાં
૧. ત્રિદોષ,
૨.પાંચ મહાભૂત અને
૩.:સાત ધાતુ નો ઉલ્લેખ છે.
સાત ધાતુ જ્યારે પૂર્ણ થાય એટલે ‘ઓજ’ બને.

*કોવિડ વાયરસ આપણી ૩ સિસ્ટમને અસર કરે છે:*
૧.ઇમ્યુનિટી તંત્ર ૨. પાચન તંત્ર અને ૩.સરક્યુલેટરી સિસ્ટમ.

કોવિડ પછી સામાન્ય રીતે
*ચાર ફરિયાદ* હોય છે:
૧.ટેસ્ટ ન હોય, ૨.ભૂખ ઓછી થાય, ૩.સુગંધ જાય, ૪.થોડા કામથી શ્વાસ હાંફી જવાય.
જે આપણાં પાચન અને રસ, સત્વને અસર કરે છે.

*અગિયાર આદતો:*

• ઉઠવા સુવાની આદત બદલો.
• વહેલા ઉઠો, રાત્રે વહેલા સુઈ જાવ.
• ગળું સાફ કરો,ગરમ પાણીનાં કોગળા
• એક ગ્લાસ હૂંફાળું પાણી પીવો.
• હળવા પ્રાણાયામ અનુલોમ વિલોમ કરો.

*નાસ્તો:*
• ઉપમા અથવા પૌઆ ગરમ જ લેવા.
• અથવા સાદા ખાખરા.
• જમતાં પહેલાં લીંબુ કે વરિયાળી શરબત.

*ભોજન:*
• સુપ: સરગવો,દુધી,મગ પાણી.
• દુધી,પરવર,કારેલા,બટાકા,સુરણનું શાક.
• ભાત માત્ર વઘારેલો,જીરાથી વઘારો.
• દાળ એકાતરા લો.બાજરી જુવારનો એકદમ પાતળો રોટલો.
• ભોજન રૂચિકર ભોજન કરો.
• લવિંગને જમ્યા પછી મોઢામાં રાખો, ચાવવાનું નહીં, મુકી રાખો.
• સાથે સાથે,ગરમ પાણીમાં અજમો નાખી સાંજે નાસ લેવો.

વાયરસ આઠ કલાક ગળામાં રહે છે, તેનો વધારે પડતો લોડ શરીરમાં ફેલાય ત્યારે જ અસર કરે છે.

• દર ચાર કલાકે ગળુ ગરમ પાણીથી સાફ કરો, તો વાયરસ લોડ રોકી શકાય.લોડ વધુ હશે તો તે બીજાને સંક્રમિત કરે છે.

આ ઉપરાંત રાત્રે નાકમાં
૧.અજમો
૨.ગાયના ઘીના બે બે ટીપાં નાખો
૩.ગરમ પાણીનો નાસ

*ફ્રુટ:*
દાડમ, (પી.એચ. જાળવશે)આમળા,લીંબુ, નારિયેળ,(સવારે)સફરજન, પપૈયું.
એક સમયે એક જ ફળ લો. દૂધ સાથે ફળ ન લો.

*દુધ ત્રણ પ્રકારે લઇ શકાય:*
૧. દૂધમાં પીપરીમુળના ગંઠોડાનું દુધ પીવો.
૨. હળદરવાળું,
૩.ફુદીનાવાળુ.

*લાઈફ સ્ટાઈલ* :
કોરોના પછી દિવસમાં ત્રણ વાર નબળાઇ લાગે. સવારે,બપોરે અને સાંજે.
• હર્બલ ટી લો.
• ચાલવાનું રાખો દરરોજ દસ મિનિટથી શરુ કરી ત્રીસ મિનિટ સુધી જાવ.
• આઠ કલાકની ઉંઘ રાખો.
• સાયકલિંગ હમણાં બંધ રાખો.
• મિન્ટ ચોકલેટ ટેસ્ટ માટે વાપરો.
• કાળી દ્રાક્ષ ખાઈ શકાય.
• ઘી નું પ્રમાણ ઓછું રાખો.
• ત્રણ વાર જમો.ખીચડી મગ કે તુવેરની.
• ઠંડી વસ્તુ બધી જ બંધ કરો.

*સેલ્ફ-એ.સી.એમ.સી. થિયરી:*

સેલ્ફ અવેરનેસ,
સેલ્ફ કેર
સેલ્ફ મેનેજમેન્ટ
સેલ્ફ કન્ટ્રોલ

*કોરોના પછી એકાદ મહિના સુધી શું કરવું, શું ન કરવું:*
• લાંબી મુસાફરી ટાળો,
• મિટિંગ માટેનો ફેઝ ટૂંકો રાખો,
• કામ પુરતી જ વાત કરો,
• ફરસાણ,તળેલી વસ્તુ બંધ,
• સવારનો નાસ્તો ફુલ રાખો.
• દિવસ દરમિયાન સ્ટ્રેસના કારણે લંચ ન કરો તો, સુપ, ફળ,ખાખરા લઈ શકાય.
• વરિયાળી અને સાકરનું પાણી પીવો.
• ઉકાળેલું પાણી આખો દિવસ પીવો.
• આઠથી દસ ગ્લાસ પાણી પીવો.
• વિટામિન સી ખુબ અગત્યનું.
• આમળાનો ઉપયોગ કરો.
• એક આમળામાંથી વીસ લીંબુ જેટલો ફાયદો થાય છે.

આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય –
આ ત્રણનું પાલન કરીએ.
બહોળા અર્થમાં.. સર્વ ધર્મ પાળો.
જ્યાં છો ત્યાં સરસ કરો, સ્વાસ્થ્યની ચિંતા કરો.

*આદત:*
આપણા સહુની ખાનપાનની બહુ ખરાબ છે.
ગમે ત્યારે ખાય, ઘણું બધું, બિલકુલ ન ખાય, વિરુદ્ધ હાર ખાય.
ફુડ હેબીટ ફોલ્ટી છે.
પીઝા પર કોલા…
આ બધુ જ આરોગ્યને હાનિ પહોંચાડે છે.

*પ્રશ્નોત્તરી:*
*સવાલ* : કોરોના પછી વધુ ભુખ લાગે તો શું કરવું?
– એ સારી નાખવાની છે. સમય સમય પર હલકું ખાવ.

*સવાલ* : કોરોના પછી છાશ લેવાય?
– બિલકુલ લઇ શકાય જીરું નાખો, દહીં ઓછું કરો.

*સવાલ:* હળદર અને સૂંઠ બહેનોને માસિક દરમિયાન ગરમ પડે છે?
– માસિક સમય દરમિયાન ઉપયોગ દરમિયાન બંધ કરીએ.

*સવાલ* : કફ રહે તો શું કરવું જોઈએ?
-સહુને સવારે કુદરતી રીતે જ કફ પેદા થાય છે. કોવિડમા વધુ થાય છે. તે માટે હળદર,મીઠાનાં કોગળા કરો.

*સવાલ* : ફ્રુટમા કેરી લેવાય?
– કોરોના પછીના દસ દિવસ કેરીનો ઉપયોગ ટાળો કારણ કે તે પચવામાં ભારે હોય છે.

*સવાલ* : વેક્સિન લીધા પછી આંખોમાં અસર થાય છે, શું કરવું?
– ૪૮કલાક અસર રહે છે જે નેચરલ છે. માથું-શરીર દુખે, હલકો તાવ આવે પરંતુ ચિંતા ન કરવી.

*સવાલ* : કોરોના પછી ડાયાબિટીસ હોય તો શું કરવું ?
– નિયમિતપણે સમયાંતરે હળવો ખોરાક લેવો.

*સવાલ* : સુકી ઉધરસ રહે તો શું કરવું?
-જેઠીમધ નો ઉપયોગ કરો (જેમાં ગ્લિસરાઇન તત્વ છે.) તેની એસપી મધુઘનવટી આવે છે તે આઠ થી દસ વાર મોઢામાં રાખવી.
*સવાલ* : કોરોના પછી ફેફસામાં દબાણ રહે છે.
– ખરેખર તે દબાણ નથી. આપણા ફેફસાની વિસ્તરણ ક્ષમતા ઘટી જાય છે.પ્રાણાયામ કરવાથી થોડા સમય પછી ઠીક થઇ જશે. બિનજરૂરી શ્રમ કરવો નહીં.

*સવાલ* : ગળા પર અને અવાજ પર અસર રહે તો શું કરવું?
– અજમા કે ફુદીનાવાળા ગરમ પાણીની વરાળનો નાસ લેવો. રાત્રે જેઠીમધ કે હળદર વાળું દુધ પીવું.

*માહિતી સંકલન:*
Jayant H Kathiriya ,
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત,
abgpgujarat@gmail.com