રાજ્યની કોવિદ હોસ્પિટલમાં વધી રહી છે આગની ઘટનાઓ
વધતી આગની ઘટનાઓને લઇ ફાયર વિભાગ એક્શનમાં
ફાયર વિભાગનું 1200 બેડની સિવિલમાં મેગા
મોકડ્રિલ
આગ લાગે તો શું કરવું તેને લઇ અપાયું માર્ગદર્શન
રાજ્યમાં સતત આગના બનાવ વધતા ફાયર તંત્ર હરકતમાં આવ્યું છે. સતત બનતા આગના બનાવ રોકતા અમદાવાદમાં એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ડ્રિલ 1200 બેડની સિવીલ હોસ્પિટલ ખાતે યોજાઈ છે. જો આગ લાગે ત્યારે તેવા દર્દીઓને કેવી રીતે રેસ્ક્યુ કરવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ફાયર વિભાગે કોલ જાહેર કરી કામગીરી કરી છે. ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે છે. શહેરમાં ફાયર વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ શ્રેય હોસ્પિટલની લાગેલી આગને હજુ કોઈ ભુલાવી શક્યું નથી. ત્યારે મનપા દ્વારા ફાયર સેફટીને લઈને કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જેના કારણે દરેક જગ્યા મનપા દ્વારા ફાયર સેફટીની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેને ફાયર વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. જે ફાયર વિભાગે કોવિડ હોસ્પિટલની આગ બાદ તમામ ઝોનમાં ચેકીંગ શરૂ કરી દીધી છે. જે હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે ચેકીંગ કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં અનેક હોસ્પિટલોમાં ચેકીંગ હાથ ધર્યું છે. નોંધનીય છે કે, અપૂરતા ફાયર સાધનોને લઈને અનકે હોસ્પિટલને ફાયર સેફટીના સાધનો ની આપૂર્તિ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. અને આ અંગે 15 દિવસમાં કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યો છે. અને આ 15 દિવસમાં ફાયરના સેફટીના સાધનો દુરસ્ત નહીં થાય તો હોસ્પિટલને સીલ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.