હાઇ બી પી વાળી સગર્ભાની 108 ના ઈ એમ ટી દ્વારા એમ્બ્યુલન્સ માં સફળતા પૂર્વક નોર્મલ ડિલિવરી કરાવાઇ

*હાઇ બી પી વાળી સગર્ભાની 108 ના ઈ એમ ટી દ્વારા એમ્બ્યુલન્સ માં સફળતા પૂર્વક નોર્મલ ડિલિવરી કરાવાઇ*

*કોવિડની મહામારી વચ્ચે માતા બાળક ને 108 એમ્બ્યુલન્સ કે હોસ્પિટલ માં કોઈ પણ જાત નુ ઇન્ફેકશન ના થાય તેવી તકેદારી રાખી 108 એમ્બ્યુલન્સ માં અધૂરા માસે (સાત મહિને )મહિલા ની સફળ ડિલિવરી 108 ના ઈ એમ ટી દ્વારા કરાઈ.*
રાજપીપલા, તા4

તા.28/04/21 ના રોજ સાગબારા તાલુકાના ડાબકા ગામની સુનીતાબેન અર્જુનભાઈ કાથુંડીયા ને પ્રસુતિ ની પીડા ઉપાડતા તેમણે 108 ઉપર કોલ કરતા ગંગાપુર થી ઈ એમ ટી પ્રિયંકા વસાવા અને પાયલોટ રસિક વસાવા એમ્બ્યુલન્સ લઈને થોડીજ ક્ષણોમાં ડબકા ગામે પહોચી ગયા હતા, ત્યાં જઈને દર્દી ને વાઈટલ ચેક કરતા તેમનું બી પી વધારે (160/100) આવતું હતું. તેમજ પગે પણ સોજા હતા. જે એક્લેમ્પસિયા જેવું ઈ એમ ટી ને લાગ્યું, ઈ એમ ટી પ્રિયાંકા બેને દર્દી ને એમ્બ્યુલન્સ માં લઈ જઈ સી એચ સી સાગબારા ખાતે લઈ ગયા જ્યાં તેમને મેડિકલ ઓફિસર દ્વારા તપાસી જોખમી ડિલિવરી હોવાથી રાજપીપલા સિવિલ માટે રીફર કર્યા, ઈ એમ ટી અને પાયલોટ એ દર્દી ને ફરી થી એમ્બ્યુલન્સ માં લઈ સાગબારા થી રાજપીપલા જવા નીકળી ગયાહતા , સાગબારા થી ડેડીયાપાડા ની વચ્ચે દર્દી ને અસહ્ય પ્રસુતિ પીડા ઉપડતા ઈ એમ ટી પ્રિયંકાબેને પાયલોટ રસિકભાઈ ને કહી એમ્બ્યુલન્સ રોડ ની સાઈડ માં ઉભી રખાવી અને ડિલિવરી માટે કીટ તૈયાર કરી. અને થોડીજ વાર માં એમ્બ્યુલન્સ માં જ સફળ ડિલિવરી કરાવી, ત્યાર બાદ જોખમી ડિલિવરી હોવાથી ઈ એમ ટી પ્રિયંકાબેન સેંટર માં બેઠેલા ફીઝીસિયન સાથે વાત કરી જરૂરી સારવાર આપી અને માતા અને બાળક રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા જ્યાં બંને ની તબિયત સારી હોવાનું જણાવેલ છે.

108 ના સ્ટાફ દ્વારા કોરોનાની મહામારીમાં કોરોના સિવાય ના આ મુજબ ના બીજા કોઈ કેસોમાં ઇન્ફેકશન ના ફેલાય તેનું પણ ખાસ ધ્યાન રખાય છે તેમજ 108 ના સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ ને યોગ્ય રીતે સેનિટાઇઝ પણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા