નર્મદા બ્રેકીંગ
રાજપીપલા 4 દિવસ ના સ્વૈચ્છિક બંધ બાદ આજે બજારો ધમધમતા થયા
આજે સાંજે તંત્ર અને વેપારીઓ વચ્ચે ફરી એક બેઠક યોજાઇ
જેમાં આવતા અઠવાડિયા માટે નો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો
આવતા સોમવાર થી રાજપીપલા ના બજારો સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે ત્યારબાદ સાવરે 6 વાગ્યા સુધી બંધ રહેશે
આ નિર્ણય 1 મે સુધી વેપારીઓ એ પાડવાનો રહેશે ત્યારબાદ 1 મે ના રોજ ફરી બેઠક યોજાશે
રાજપીપલા, તા24
રાજપીપલા 4 દિવસ ના સ્વૈચ્છિક બંધ બાદ આજે બજારોફરી એકવાર ધમધમતા થયાહતા. ચાર દિવસ ના બન્ધ બાદ બજારોમાં માનવ કીડીયારુ ઉભરાયું હતું. જોકે બે વખત રાજપીપલામા લોક ડાઉન રાખ્યા છતાં પણ નર્મદામા કોરોનાકેસો ઘટવાનું નામ નથી લેતા.ઉલટ કેસો મા વધારો નોંધાઈ રહ્યો છે. રોજના નર્મદા હવે તો સરેરાશ 40જેટલા કેસો નોંધાઈ રહ્યા છે એટલું જ નહીં મોતનો આંકડો પણ વધી રહ્યો છે ત્યારે ચિંતાનો વિષય બન્યો છે.
જોકે આજે સાંજે તંત્ર અને વેપારીઓ વચ્ચે ફરી એક વાર બેઠક યોજાઇહતી. જેમાં જેમાં આવતા અઠવાડિયા માટે નો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યોહતો. જેમાં આવતા સોમવાર થી રાજપીપલા ના બજારો સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે ત્યારબાદ સાવરે 6 વાગ્યા સુધી બંધ રહેશે.એટલે કે સાંજે 4થી સવારે 6 સુધી બજારો બંધ રહેશે. નાના મોટાં વેપારીઓના રોજગાર ધન્ધા પર પણ અસર પડતી હોઈ આ નિર્ણય લેવાયો હતો. જોકે આનિર્ણય થી કોરોનાની ચેન તૂટશે કે નહીં એ તો સમય જ બતાવશે પણ હવે લોકોએ પણ જાગૃત રહેવું પડશે અને ભીડથી દૂર રહેવું પઢશે અને કોવિદ ગાઈડ લાઈનનનું સંપૂર્ણ પાલન કરવું પડશે. આ નિર્ણય 1 મે સુધી વેપારીઓ એ પાડવાનો રહેશે ત્યારબાદ 1 મે ના રોજ ફરી બેઠક યોજાશે
તસવીર :જ્યોતી જગતાપ, રાજપીપલા