✅કાપડના વેપારીઓ રાજકુમાર બુદરાણી અને સુશિલ બજાજે યુવતી પર બળાત્કાર ગુજાર્યો
બંને જણા દુકાને આવ્યાં ત્યારે યુવતીના શેઠ હાજર ન હતાં. બંને જણા યુવતીને ઓફિસની પાછળ રહેલી રૂમમાં લઈ ગયાં અને તેની સાથે મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ બચવા માટે જોરથી ચીસો પાડતાં સુશિલ બજાજે તેનું મોઢું દબાવી દીધું હતુ બાદમાં તેણે પણ યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો.પોલીસે ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી હતી
✅બોગસ ૧૨ લાખની ચલણી નોટ સાથે ચાર ની ધરપકડ
ત્રણ યુવકો સાથે એક મહિલાની મુંબ્રા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. તેઓ પાસેથી ૧૨ લાખની ૨૦૦, ૫૦૦, ૨૦૦૦ની બનાવટી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં સાકીનાકા વિસ્તારમાં રહેતો પ્રવીણ પરમાર સ્કેનર અને બૉન્ડ પેપર વાપરીને બનાવટી નોટો તૈયાર કરતો હતો સાથે અન્ય આરોપીઓને આપી માર્કેટમાં નોટો એક્સચેન્જ કરતો હતો.
✅BAPS મંદિર આજથી બંધ
શાહીબાગ સ્થિત BAPS મંદિર સહિત તમામ સંસ્કાર ધામ આજથી સોમવાર સુધી બંધ, હરિ ભક્તોનો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ
હાઈકોર્ટના ત્રણ જજ કોરોનાની ઝપેટમાં
✅હાઇકોર્ટના જે ત્રણ જ્જ કોરોના સંક્રમિત થયા છે તેમાં જસ્ટિસ આર.એમ.સરીન, જસ્ટિસ એ.સી.રાવ, જસ્ટિસ જી.આર.ઉધવાણી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે આગામી 23મી નવેમ્બરે કોર્ટની ફિઝીકલ કામગીરી શરૂ થવા અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે
✅આંતર રાજ્ય જીએસટી કૌભાંડ પકડાયું
ડિરેક્ટરેટ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સના નાગપુર યુનિટે ૧૩૧ કરોડ રૂપિયાના બનાવટી ટ્રાન્ઝેક્શન્સ અને ૨૬ કરોડ રૂપિયાની ખોટી ઇનપુટ ટૅક્સ ક્રેડિટના આંતર રાજ્ય કૌભાંડનો કર્યો હતો.ડિરેક્ટરેટ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સના નાગપુર યુનિટે ૧૩૧ કરોડ રૂપિયાના બનાવટી ટ્રાન્ઝેક્શન્સ અને ૨૬ કરોડ રૂપિયાની ખોટી ઇનપુટ ટૅક્સ ક્રેડિટના આંતર રાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો
✅ભારત સિવાય: પાક સહિત 12 દેશના પ્રવાસી વીઝા પર પ્રતિબંધ
નવી દિલ્હી યૂએઇ અધિકારીઓ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય દેશમાં કોરોના વાયરસના સેકન્ડ વેવથી સંબંધિત છે એવું માનવામાં આવી રહ્યું છે સંયુક્ત અરબ અમીરાત પાકિસ્તાન અને 11 અન્ય દેશોના આગંતુકો માટે નવા વીઝા જાહેર કરવા પર અસ્થાઇ રીતે પ્રતિબંધ મૂક્યો છે.
✅કાર ડિવાઈડર કુદીને ટ્રક સાથે અથડાઈ બેના મોત
સુરત ફૂલ સ્પીડમાં ડિવાઈડર કુદીને ટ્રક સાથે કાર અથડાતા પતરા તૂટી ગયાં હતાં.કારમાં સવાર બન્નેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા દિવાળીના તહેવારોની રજામાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોસંબા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર નંદાવ પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો
✅આતંકીઓએ સરન્ડર કરવાની ના પાડતા સેનાએ ટ્રક ઉડાવી દીધી
જમ્મુના નગરોટામાં સેનાએ જૈશના 4 આતંકીઓને ઠાર કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચારેય આતંકીઓ ટ્રકમાં ગોળા-બારુદ લઈને જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા નગરોટામાં આવેલા ટોલ પ્લાઝા પર તેમને રોકવામાં આવ્યા હતા. સેનાએ આંતકીઓને સરન્ડર કરવા કહ્યું હતું, પરંતુ તેઓ ના માન્યા. તેમણે સેના પર ગ્રેનેડ ફેંક્યા હતા અંતે સેનાએ બ્લાસ્ટ કરીને ટ્રકને ઉડાવી દીધી
✅માઉન્ટ આબુ શિમલા કરતા પણ વધુ ઠંડુ તાપમાન 4.6 ડિગ્રી
પહાડી રાજ્યોમાં પડી રહેલી બરફવર્ષાની અસર મેદાની રાજ્યો પર સીધી થઈ રહી છે. દિલ્હી અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. શિમલામાં સામાન્ય તાપમાન 6 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે, તો આ તરફ રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન 4.6 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
✅મુંબઈ સેન્ટ્રલ અને સુરત વચ્ચે ફલાઇંગ રાણી દોડાવાશે
મુંબઈ: કોરોનાના સંકટ વચ્ચે મુંબઈથી સુરત વચ્ચે વધતા પ્રવાસીઓના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ફલાઇંગ રાણીને ડિસેમ્બરના અંત સુધીમાં દોડાવવાનો પશ્ર્ચિમ રેલવેએ નિર્ણય લીધો છે. મુંબઈ સેન્ટ્રલ અને સુરત વચ્ચે દોડતી ફલાઇંગ રાણીને ગયા અઠવાડિયા દરમિયાન એક જ સપ્તાહ દોડાવવાનો નિર્ણય લીધા બાદ બુધવારે ફ્લાઈંગ રાણીને વધુ સવા મહિનો દોડાવવાનો નિર્ણય લીધો છે
✅લદાખને ચીનમાં બતાવવા મામલે ટ્વિટરે માફી માગી
નવી દિલ્હી: ડૅટા પ્રૉટેક્શન બિલ માટેની સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે લદાખને ચીનનો ભાગ બતાડવા બદલ અમેરિકાસ્થિત ટ્વિટરે સમિતિ સમક્ષ લેખિતમાં માફીનામું રજુ કર્યું છે
✅ચુસ્ત પ્રતિબંધો વચ્ચે ફરી એકવાર મહારાષ્ટ્રમાં મંદિરો ખુલ્યા
મુંબઈ મહારાષ્ટ્રમાં કોવિડ -19 ને ધ્યાનમાં રાખીને માર્ચથી બંધ કરાયેલા આ મંદિરો ફરી એકવાર સોમવારે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. પાંચ દિવસીય દિવાળીના તહેવારના દિવસે ધર્મશાળાઓ ખોલવામાં આવી છે. ધાર્મિક સંગઠનોએ પણ મંદિર નહીં ખોલવા બદલ ઉદ્ધવ સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા હતા
✅ખેડૂતોના વિરોધને કારણે રેલવેને 1,670 કરોડનું નુકસાન
નવી દિલ્હી. પંજાબમાં ખેડુતોના વિરોધને કારણે ભારતીય રેલ્વેને ફક્ત 50 દિવસમાં નૂર આવકમાં રૂ.1,986 પેસેન્જર ટ્રેનો અને 3,090 માલ ટ્રેનોને ખેડૂતોના વિરોધને કારણે રદ કરવામાં આવી છે. રાજ્યમાં ટ્રેન કામગીરી હજી પણ સ્થગિત છે. રેલવેએ વિરોધીઓની માત્ર માલગાડીઓ શરૂ કરવાની દરખાસ્તને નકારી હતી. આને કારણે ભારતીય રેલ્વેને દરરોજ 36 કરોડનું નૂર નુકસાન થવાનો અંદાજ છે.
✅ઑસ્ટ્રિયામાં લોકડાઉન 6 ડિસેમ્બર સુધી લંબાયું
વિયેના વૈશ્વિક રોગચાળાના કોરોનાવાયરસ (કોવિડ -19) ના વારંવાર પ્રકોપના પગલે ઑસ્ટ્રિયામાં બીજા તબક્કાના લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે, જે ઓછામાં ઓછા 6 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.સામાન્ય લોકડાઉન છતાં કોરોના ચેપના વધતા જતા કેસોને કારણે ઑસ્ટ્રિયન સરકારે આ વખતે કડક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
✅પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર
ધોરણ 9, 10, 11 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારી 30 ટકા કરવામાં આવ્યું
✅ઘોડા છૂટ્યાં પછી તબેલાને તાળા
અમદાવાદમાં રૉયલ એનફિલ્ડ શો રૂમને કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ સીલ કરાયો, રાયપુરનું ખાણીપીણી બજાર બંધ કરાયું
✅આજથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ
અમદાવાદમાં આજથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ કોરોનાના કેસો વધતા લેવાયો નિર્ણય
✅જુનાગઢ જિલ્લા જેલમાંથી 5 મોબાઇલ ફોન મળ્યા
અમદાવાદની ઝડતી સ્કવોડના જેલરે સરપ્રાઇસ ચેકિંગ હાથ ધર્યુ હતું. બે કલાકની આ કાર્યવાહી દરમિયાન જેલમાંથી 5 મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
✅પોલીસના સ્વાંગમાં લૂંટારૂઓએ લૂંટ ચલાવી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા ગામના પાટિયા પાસે કવાંટ તાલુકાના ગડેથા ગામના શાકભાજીના વેપારી પ્રકાશભાઇ ચમારીયા પીકઅપ ગાડીમાં શાકભાજી ભરીને વડોદરા જઇ રહ્યા હતા. આ સમયે પોલીસના સ્વાંગમાં આવેલા 6 લૂંટારૂઓએ પીકઅપ ગાડીને ઉભી રખાવી હતી અને લાયસન્સ અને આરસી બુક છે કે નહીં તેમ પૂછ્યું હતું અને વેપારીને નીચે ઉતારીને દંડાથી માર માર્યો હતો અને બે મોબાઇલ, 10 તુવેરના કટ્ટા અને 15 હજાર રૂપિયા રોકડ મળીને કુલ 32 હજાર રૂપિયાની મત્તાની લૂંટ ચલાવી હતી.
✅23મીએ શાળા બંધનો એલાન
અમદાવાદમાં રાત્રે કરફ્યૂ તો સવારે સ્કૂલો કેવી રીતે ચાલુ કરી શકાય? 23મીએ શાળા બંધના એલાનને વાલી મંડળનો ટેકો
✅વિજય મૂર્હુતમાં શપથ
ધારાસભ્યોની શપથવિધિ:વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા 8 ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિજય મૂર્હુતમાં શપથ લેવડાવ્યા
✅20 ફૂટ નીચે નદીમાં કાર ખાબકી
જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલા પુલ પરથી 20 ફૂટ નીચે નદીમાં કાર ખાબકી, સાળા-બનેવીની નજર સામે જ બંનેની પત્નીના મોત
*🙏સમાચાર સમાપ્ત🙏*