કોરોના કાળમાં પત્રકારના સગાને મદદની વહારે આવ્યા અમદાવાદ સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકી.

*પત્રકારની બીજા પત્રકારના સાગા માટે મદદની અપીલ ફળદાયી નીવડી* કોરોના કાળમાં પત્રકારના સગાને મદદની વહારે આવ્યા અમદાવાદ સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકી.

અમદાવાદ: હાલ કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે અને આવા સમયમાં બેડ, ICU સુવિધા, ઓક્સિજન મેળવવા માટે લોકો વલખા મારી રહ્યા હોય છે ત્યારે દરેક વ્યક્તિ પોતાની રીતે કાઈ મદદ કરી શકે તે હેતુથી મદદ કરવાના પ્રયાસો કરે છે. નેતાઓ પોતાના કામમાં વ્યસ્ત રહેતા હોય અને મદદ નથી કરતા તે વાત અહીં ખોટી સાબિત થતી જોવા મળી છે. માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલ મેસેજ ને ગંભીર રીતે ધ્યાનમાં લેતા હિંમતનગરના એક દર્દીને અમદાવાદના માનનીય સાંસદ તેમજ લોકસભાના પેનલ સ્પીકર ડોકટર કિરીટભાઈ સોલંકી દ્વારા પૂરતી મદદ પહોંચાડવાનું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું તે ખરેખર પ્રશ્સનીય કહી શકાય.

વાત કરીએ તો એક ન્યૂઝ એજનસીના પ્રતિનિધિ/ચેરમેનને તેમના વોટ્સ ગ્રૂપમાં મળેલ મેસેજ મુજબ સાબરકાંઠાના હિંમતનગરના એક પત્રકારના સગા નામ અશ્વિન ચૌહાણ ઉંમર વર્ષ 30 અન્ય હોસ્પિટલમાં દાખલ હતા પરંતુ તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે બાય પેપ મશીનની જરૂર હતી અને આ બાબતે મદદનો મેસેજ સોશિયલ ગ્રૂપમાં ફરતો થતા તેને ન્યૂઝ એજનસી દ્વારા મેસેજને ગંભીરતાથી લેતા તેમણે આ મેસેજ સાંસદ શ્રીને મોકલતા અમદાવાદના સાંસદ દ્વારા વાંચણે લેતા તેઓ દર્દીની મદદની વહારે આવ્યા હતા અને તેમના દ્વારા આ બાબતે સાબરકાંઠા કલેક્ટરને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જેને કલેક્ટર શ્રી દ્વારા ગંભીરતાથી લેતા તેમને આ સારવાર તાત્કાલિક મળી જતા એક દર્દીનો જીવ બચ્યો હોવાનું જાણવા મળ્યું હતું. દર્દીના સગાઓ દ્વારા નિષવાર્થ અને સેવાકીય કાર્ય બદલ તેમને સાંસદ અને કલેક્ટરશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો..

સાંસદ શ્રી ડો કિરીટભાઈ સોલંકી દ્વારા નાનામાં નાની બાબતોને પણ ધ્યાનમાં લઈ કોઈ પણ સ્વાર્થ વગર સેવા જ પ્રભુતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે જેના માટે કોઈ શબ્દ ન મળી શકે.. જે ખરેખર ધન્ય કહેવાય..