*શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલય દ્વારા જામનગર સંકુલનો ખેલકુદ યોજાયો.*

*શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલય દ્વારા જામનગર સંકુલનો ખેલકુદ યોજાયો.*

જીએનએ જામનગર: વિદ્યા ભારતી સંચાલિત વિદ્યાલયોનો જામનગર સંકુલ કક્ષાનો ખેલકુદ યોજાઈ ગયો. જેમાં જામનગર જિલ્લામાં આવેલ જામનગર, વિભાપર, ધ્રોલ, લાલપુર, નિકાવા તેમજ કાલાવડની શિશુ મંદિર વિદ્યાલયના ૨૬૫ વિદ્યાર્થીઓએએ ભાગ લીધો હતો. આ ખેલકુદ શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપરના સહયોગથી જામનગરમાં આવેલ લાલવાડી શાળા નંબર ૧ માં યોજાયો હતો. જેમાં એથલેટિક્સમાં ૧૦૦ મીટર થી ૩૦૦૦ મીટર ની દોડ,ગોળા ફેંક,ચક્ર ફેંક, બરછી ફેંક, ઉંચી,લાંબી તેમજ લંગડી ફાળ કુદ વગેરે વ્યક્તિગત રમતો યોજાઇ હતી. તેમજ સાંઘિક રમતોમાં ખો -ખો, બેડમિંટન,ચેસ વગેરે યોજાઈ હતી. તમામ વિજેતા વિદ્યાર્થીઓ ને મેડલ આપવામાં આવ્યા હતા.

આ તકે શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાલયના ૮૫ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાં ૨૯ જેટલા પ્રથમ તેમજ ૬૧ જેટલા દ્વિતીય નંબરના મેડલ પ્રાપ્ત થયા હતા. આ ખેલકુદમાં શિશુમંદિર જામનગરના મેયર શ્રીમતી બીનાબહેન કોઠારી જામનગર તેમજ વિભાપર વિદ્યાલય ના ટ્રસ્ટીશ્રીઓ, વ્યવસ્થાપકો તેમજ જામનગર સંકુલના પ્રધનાચાર્યો, આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર સંકુલના ૨૬૭ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ખેલકુદના સંયોજક સરોજબા જાડેજા તેમજ સહ સંયોજક હેમાશુંભાઈ પરમાર દ્વારા સફળ સંચાલન કરાયું હતું.