દેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે મહિલા પર વીજળી પડતા મહિલાનું મોત.

દેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે મહિલા પર વીજળી પડતા મહિલાનું મોત.
ખેતરે શેઢા પર ભેંસો ચરાવતી મહિલાનું મોત
વેડછા ગામે વીજળી પડતાં ઘાસ નો માંડવો સળગી ગયાનો પણ બનાવ.
રાજપીપળા,તા.3
દેડીયાપાડામાં છેલ્લા બે દિવસથી ભર ઉનાળે કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં દેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે મહિલા પર વીજળી એક મહિલાનું મોત નિપજયું છે.ખેતરે સેઢા પર ભેંસો ચરાવતી મહિલા મોતને ભેટી પડી હતી. જ્યારે દેડીયાપાડા તાલુકાના વેડછા ગામે વીજળી પડતા ઘાસનો માંડવો સળગી ગયાનો બનાવ બન્યો હતો.
બનાવની વિગતો મરનાર મોંઘીબેન રાજીયાભાઈ બાબીયાભાઈ વસાવા( ઉં. 45 રહે, મુલ્કાપાડા) નાઓએ તા.2/5/ 21ના રોજ પોતાના ખેતરે ઢોર ચરાવવા સારું તેમજ ખેતી કામ કરવા સારું ગયેલા હતા.તે વખતે બપોરે અચાનક વાવાઝોડું તેમજ ગાજવીજ સાથે વરસાદ આવતા મોંઘીબેન પોતાના ખેતરના સેઢા ઉપર આવેલા આંબલીના ઝાડ નીચે ઊભા હતા,તે વખતે એકદમ અકસ્મા રીતે આકાશી વીજળી મોંઘીબેનની નજીકમાં પડતા મોંઘીબેન જમીન ઉપર પડી જતાં તેની ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું.આ અંગેની ખબર રાજીયાભાઈ બાબતીયાભાઈ વસાવા (રહે,મુલ્કાપાડા )દેડીયાપાડા પોલીસ મથકમાં કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા