અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પૂર્વે જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફર્યા- નેત્રોત્સવ વિધિ યોજાઈ
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા નેત્રોત્સવવિધિ અને ધ્વજારોહણમાં જોડાયા
15 દિવસ મોસાળમાં મીઠાઈ કેરી, જાંબુ આરોગયા બાદ ભગવાન નિજ મંદિરે પાછા ફરે છે જ્યાં તેમને આંખ આવે છે જેના ભાગરૂપે ભગવાન જગન્નાથજી ના નેત્રોત્સવવિધિ કરવામાં આવે છે જેમાં પૂજા આરતી સાથે વિધિવત રીતે ભગવાનની આંખે પાટા બાંધી અષાઢી બીજના દિવસે તે ખોલવામાં આવે છે અને ભગવાન ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળે છે.
અમદાવાદ ખાતે જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પૂર્વે જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફરતા નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જગન્નાથજીની પારંપરિક પૂજાવિધિમાં સહભાગી થયા બાદ ભગવાનની આરતી કરી હતી. તેમજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાથે ગૃહમંત્રી દ્વારા મંદિરમાં યોજાયેલા ભંડારાની પણ મુલાકાત લેવામાં આવી હતી.
આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ, અમદાવાદ શહેર મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ધારાસભ્યશ્રીઓ, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ જ્હા અને પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા પણ આ પૂજાવિધિમાં જોડાયા હતા.
જગન્નાથજી મોસાળેથી નિજમંદીરે પરત આવતા ભાવિક ભક્તોએ પ્રભુ દર્શન કર્યા હતા.
https://youtu.be/CcXb5CNtuLI