નર્મદામાં લગ્ન પ્રસંગના ગાઈડ લાઈનની ઐસી કી તૈસી.
દેડીયાપાડા તાલુકાના પાંચઉંમર ગામે લગ્ન પ્રસંગમાં 100 થી વધુ માણસો તથા
નાંદોદ તાલુકાના રૂંઢ ગામે 75 થી 80 માણસો તેમજ.
સાગબારા તાલુકાના કનખાડી ગામે લગ્ન પ્રસંગમાં 50 થી વધુ માણસો ભેગા થતા જાહેરનામા ભંગની ત્રણ ફરિયાદ .
રાજપીપળા, તા.3
નર્મદા જિલ્લામાં હાલ લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે.હાલ કોરોનામા સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે લગ્ન પ્રસંગમાં 50 થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ હોવા છતાં લગ્ન માં 50 થી વધુ લોકોને ભેગા કરી કોરોના સંક્રમણ કરનારા બેદરકાર આયોજકો સામે નર્મદા પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં દેડીયાપાડા તાલુકાના પાંચઉંમર ગામે લગ્ન પ્રસંગમાં 100 થી વધુ માણસો તથા નાંદોદ તાલુકાના રૂંઢ ગામે 75 થી 80 માણસો તેમજ સાગબારા તાલુકાના કનખાડી ગામે લગ્ન પ્રસંગમાં 50 થી વધુ માણસો ભેગા થતા જાહેરનામા ભંગની ત્રણ ફરિયાદ કરી છે .
જેમાં પ્રથમ ફરિયાદમાં દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદી એમ.આઈ.શેખ દેડીયાપાડા એ આરોપી મૂળજીભાઈ બીજીયાભાઈ વસાવા,ફતેસિંગભાઈ બીજીયાભાઈ વસાવા બંને (રહે,પાચઉંમર) તથા રોયલ સ્ટાર બેન્ડના માલિક /સંચાલક સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી મૂળજીભાઈ નાસી જનાર તથા ફતેસિંગભાઈ બીજીયાભાઈ ના ઓએ પોતાના પુત્ર/ ભત્રીજા ના લગ્નમાં 100 થી વધુ માણસો ભેગા કરી તથા રોયલ સ્ટાર બેન્ડના માલિક / સંચાલક લગ્નમાં બેન્ડ વગાડી ટોળું ભેગું કરવામાં આયોજકોને મદદ કરી સોસીયલ ડિસ્ટન્સ નો ભંગ કરી જાહેરનામાનો ભંગ કરી ઈપીકો કલમ 188, 269,270 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51(બી)મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી ફરિયાદ ફરિયાદી કે.એલ ગળચર પોસઇ સાગબારા એ આરોપી શંભુદાસ બંસીભાઈ તડવી, મહેન્દ્રભાઈ વેચતાભાઈ તડવી બંને (રહે,કનખાડી) સામે ફરિયાદ કરી છે. ફરિયાદની વિગત મુજબ આરોપી શંભુદાસભાઈનાઓએ પોતાના છોકરાના લગ્ન તથા મહેન્દ્રભાઈ વેચતાભાઈ તડવી (રહે, કનખાડી)ના માસ્ક વગર તથા સામાજિક અંતર નહીં જાળવી તથા 50 થી વધુ માણસો ભેગા કરી કોરોના વાયરસ ફેલાય તેવું તથા લગ્ન મંજૂરી વગર લગ્નમંડપમાં બે મોટા સ્પીકર એમ્પ્લીફાયર સાથે જોડાણ કરી ગીતો વગાડી નાખ્યો કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં કાર્યવાહી હાથ ધરી છે.
બીજી ત્રીજી ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ પી.એમ.પરમાર રાજપીપળા એ હર્ષદભાઈ ભગાભાઈ વસાવા (રહે, રૂંઢ ) તથા શ્રી ગણેશ બેન્ડ પાર્ટી નરખડીના માલિક સામે ફરિયાદ કરી છે.ફરિયાદની વિગત મુજબ આરોપી હર્ષદભાઈ ના પોતાના પુત્રના લગ્નમાં પંચોતેર થી એસી જેટલા માણસો ભેગા કરી તથા શ્રી ગણેશ બેન્ડ નરખડીના માલિકે બેન્ડ વગાડી ટોળું ભેગું કરવામાં આયોજકને મદદ કરી સોસીયલ ડિસ્ટન્સનો ભંગ કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા