*એ.સી.બી.ની સફળ ટ્રેપ*
*ફરીયાદી* :એક જાગૃત નાગરિક
*આરોપી* :
સંજયભાઇ સવદાશભાઇ રાવલીયા,
ધંધો:- નોકરી,
જિલ્લા નિરીક્ષક,
D I L R જમીન દફતર ની કચેરી,
બોટાદ,
વર્ગ-૨
રહે:- ૨૦૩,
M V ટાવર બિલ્ડિંગ,
પાળીયાદ રોડ ,બોટાદ,
જિ. બોટાદ.
*ગુનો બન્યા* .
તા:- ૧૫/૦૭/૨૦૨૩
*લાંચની માંગણી*
રૂ. ૨,૦૦,૦૦૦/-
*લાંચની સ્વીકારેલ રકમ:* રૂ. ૧,૦૦,૦૦૦/-
*રીકવર કરેલ રકમ:* રૂ.૧,૦૦,૦૦૦/-
*ગુનાનું સ્થળ* :-
જિલ્લા સેવાસદન,બોટાદ જિલ્લા નિરીક્ષક જમીન દફતર ની કચેરી,
DILR ના ચેમ્બર ની અંદર, બોટાદ.
*ગુનાની ટુંક વિગત* :-
આ કામના ફરિયાદીશ્રી તથા સાહેદો ની જમીનની રિસર્વે કરવાની માપણી કરવાના અવેજમાં આ કામના આરોપી એ એક હેકટર દીઠ રૂપિયા ૪૦,૦૦૦/- ની માગણી કરતા રકઝકના અંતે રૂ.૨૦,૦૦૦/- નક્કી કરતા ફરિયાદીશ્રી તથા સાહેદો ની કુલ દસ હેકટર જમીન ના રૂપિયા ૨,૦૦,૦૦૦/- ની લાંચની માગણી કરેલ. ફરીયાદીશ્રી લાંચના નાણા આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી નો સંપર્ક કરતા, ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ પંચ નં.૧ ની હાજરીમાં ફરીયાદી સાથે લાંચની હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૧,૦૦,૦૦૦/- નો પ્રથમ હપ્તાની લાંચની માંગણી કરી, સ્વીકારી, સ્થળ ઉપર પકડાઇ જઇ ગુન્હો કર્યો વિગેરે બાબત.
*નોંધ* :-
ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
*ટ્રેપીંગ ઓફીસર* .
શ્રી આર.ડી.સગર
પો.ઈ બોટાદ એ.સી.બી પો.સ્ટે તથા એ.સી.બી.ટીમ
*સુપર વિઝન અધિકારી* :
શ્રી બી.એલ. દેસાઈ
ઇન્ચાર્જ મદદનીશ નિયામક,
ભાવનગર એ.સી.બી એકમ