નર્મદા જિલ્લાએ આજે કોરોનાનો વધુએક રેકોર્ડ તોડી નવો વિક્રમ સર્જ્યો

બ્રેકીંગ નર્મદા ન્યૂઝ :

નર્મદા જિલ્લાએ આજે કોરોનાનો વધુએક રેકોર્ડ તોડી નવો વિક્રમ સર્જ્યો


આજે નર્મદામા સૌથી વધુ કેસ કુલ-૪૭ પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૧૫૩૯, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૨૯૧ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૮૯૭ થઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૩ દરદીઓને
આજે રજા અપાઇ
— રાજપીપલાતા 23

નર્મદાજિલ્લાએ આજેકોરોના નો વધુએક રેકોર્ડ તોડી નવો વિક્રમ સર્જ્યો છે. આજે નર્મદામા સૌથી વધુ કેસ કુલ-૪૭ પોઝિટિવ કેસ નોંધાયાહતા. રોજે રોજ વધતા જતા કેસો ચિંતાનો વિષય બન્યો છે
કોવિદ મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૫ સહિત કુલ-૪૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૧૫૩૯,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૨૯૧ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૮૯૭ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૩ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૬૮૭ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૯૧૬ દરદીઓ સહિત કુલ-૨૬૦૩ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૧૬૦ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૫૮ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૨૮ અને વડોદરા ખાતે ૪૫ દરદીઓ સહિત કુલ-૨૯૧ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૫૯૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૯૮૩ સહિત કુલ-૧૫૭૯ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૩ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૭,૬૧૩ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-૩૩ દરદીઓ, તાવના-૩૨ દરદીઓ, ઝાડાના ૩૪ દરદીઓ સહિત કુલ-૯૯ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૧૯૦૪ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૪૬૫૧૩ લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપ