નાંદોદ તાલુકા માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરોપાના 22ગામો વચ્ચે માત્ર તબીબ સહીત માત્ર 5નો સ્ટાફ !
કોરીના
ગામડાઓમાં લોકો વેક્સીન લેવા આવતા નથી !
કોરોના વકરતો કોરોના અટકાવવા
સાંસદ મનસુખભાઇ વસાવા નાંદોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય સેન્ટર તરોપાની મુલાકાત લીધી
કોરોના વેક્સીનલેવા તથા વધતી જતી કોરોના મહામારી વિશે માર્ગદર્શન આપ્યું
રાજપીપલા, તા 30
નર્મદા જિલ્લા માં કોરોના ના કેસો વધી રહ્યા છે. ખાસ કરીને ગામડામાં કોરોના પ્રસરી રહ્યો છે ત્યારે ગામડામાં લોકોમાં કોરોના પ્રત્યે પૂર્તિ જાગૃતિ ન હોવાથી અને વેક્સીન લેવા મૂંઝવણ અનુભવતા હોવાથી લોકોને યોગ્ય માર્ગદર્શન આપવા સાંસદ મનસુખ વસાવાએ નાંદોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય સેન્ટર તરોપાની મુલાકાત લીધી હતી.મૂલાકાતદરમ્યાન જાણ્યું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેન્ટર તરોપા સાથે કુલ ૨૨ જેટલા ગામો જોડાયેલા છે. આ સેન્ટર પર સ્ટાફ ખુબ જ ઓછો છે, ડોક્ટર સહીત ૦૫ વ્યક્તિઓનો સ્ટાફ છે, છતાં પણ તેઓ આ ૨૨ ગામોનો સંપર્ક કરે છે અને કોરોના મહામારીને રોકવા માટેના તમામ ઉપાયો તથા વધુમાં વધુ લોકો કોરોના વેક્સીન લે તેવા પ્રયાસો તેઓ કરી રહ્યા છે.
પરંતુ ગામડાના લોકો કોરોના મહામારીથી ખુબ જ ભયભીત છે, વેક્સીન લેવામાં પણ તેઓ અનેક પ્રકારની મુંજવણો અનુભવી રહ્યા છે, જિલ્લા વહીવટીતંત્ર તરફથી જિલ્લાના તમામ ગામોની પ્રાથમિક શાળાઓમાં આઇસોલેશન સેન્ટરો ચાલુ થઈ રહ્યા છે. તેમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકો તથા આશાવર્કર બહેનો કામગીરી કરવાનાં છે, તે માટે નોડલ ઓફિસરને જિલ્લા તરફથી મુકવામાં આવ્યા છે. પરંતુ કેટલાક શિક્ષકોને મુંજવણ છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેન્ટરો પર કોરોના સંક્રમિત દર્દીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવા માટે તેઓ મુંજવણ અનુભવે છે, તે બાબતની માહિતી અન્ય પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી જાણવા મળી, તો આ માટે જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા કરી તેમની મુંજવણનો અંત લાવવામાં આવશેતેમ મનસુખભાઈ એ જણાવ્યું હતું
મુંજવણ અને અનેક સમસ્યાઓ છે છતાં પણ કોરોના મહામારીને વધતી રોકવા માટે આપણે સૌ એ સામુહિક સહિયારા પ્રયત્નો કરવા પડશે. તેથી દરેક ગ્રામ પંચાયતના સરપંચોને સંસદે અપીલ કરી હતી કે કોરોના વોરિયસની તમામ ટીમોને આપણે પૂરતો સહયોગ આપવા જણાવ્યું હતું.
આ પ્રાથમિક આરોગ્ય સેન્ટરની મુલાકાતમાં સાંસદ મનસુખભાઈ સાથે ભાજપ અગ્રણી રાજુભાઈ વસાવા, દિનેશભાઇ પટેલ, સોમભાઈ પટેલ તથા આમલેથા તાલુકા પંચાયતના સભ્ય સુભાષભાઈ વસાવા, કુંવરપુરા ગામના સરપંચ નિરંજન વસાવા હાજર રહ્યા હતા.
તેમજ સ્થળ પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તથા તેમનો સ્ટાફ અને નોડલ ઓફિસર શ્રીમતિ પાર્વતીબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા