અન્ય ફૂલો ગરમીમા કરમાઈ જાય છે જયારે એક માત્ર ગરમાળો જેમ ગરમી પડે તેમ ગરમાળો ખીલે છે.

નર્મદામાં ગરમીના ફૂલ તરીકે ઓળખાતા ગરમાળો પૂરબહારમાં ખીલ્યા

અન્ય ફૂલો ગરમીમા કરમાઈ જાય છે જયારે એક માત્ર ગરમાળો જેમ ગરમી પડે તેમ ગરમાળો ખીલે છે.

ગરમાળાના ઝાડ નીચે બેસવાથી કયારેય લૂ વાગતી નથી.

પીળા ચટક ફુલોના લટકતા ગરમાળાના ફૂલોના ઝૂમખાંનુ અનેરુસૌદર્ય આંખને ઠંડક આપે છે.
ગરમાળાના ફૂલ વરસાદની આગાહી પણ કરે છે,વૃક્ષ પર ફૂલો વધારે બેસે તો વધારે વરસાદની આગાહી

ગરમાળાનુ આયુર્વેદમા વિશેષ ઔષધિનુ મહત્વ

રાજપીપળ તા૩૦

હાલ નર્મદામાં ૪૦ ડીગ્રી તાપમાન ગરમી પડી રહી છે, જેમા વધુ પડતી ગરમીને કારણેકારણે ફૂલઝાડ કરમાઈ
જાય છે કાંતો સુકાઇ જાય છે, જેમા નજાકત વાળા નાજૂક ફૂલો તો ગરમી સહન કરી શકતા નથી. પરંતુ કુદરતનો
કરિશ્માક્કો કમાલ પણ ભર ઉનાળામાં ગરમાળો અને ગુલમહોરના ફૂલો પૂરબહારમાં ખીલી ઉઠતા હોય છે,
હાલ નર્મદામાં ગરમીના ફૂલ તરીકે ઓળખાતા ગરમાળો પૂરબહારમાં ઠેર ઠેર ખીલી ઉઠયા છે. સામાન્ય રીતે અન્ય
ફૂલી ગરમીમાં કરમાઇ જાય છે જ્યારે એક માત્ર ગરમાળો જેમ ગરમી પડે તેમ ગરમાળો ખીલે છે.
પીળાચટટાકફૂલોના લટકતા ગરમાળાના ફૂલોના ઝૂમખાંનુ અનેરુ સૌદર્ય આંખને ઠંડક આપે છે.
એપ્રીલ અને મે માસમાં અસહય ગરમીની સીઝનમાં ગરમાળાના ફૂલોપૂરબહારમાં ખીલી ઉઠે છે. ધોમધખતા
તાપમાં વટેમાર્ગુઓરસ્તેથી પસાર થતા હોય ત્યારે પીળા ચટટક ફૂલોનું અદભુત સૌદર્ય જોઇને નજર ઠરી જાય
છે.અને બે ઘડી થંભી જવાનું મન થાય છે,મન ભરીને નિહાળવાનું મન થાય એવા આંખોને ઠંડક આપતા ગરમાળો
ઉનાળુ ફૂલ તરીકે જાણીતું છે. એમ કહેવાય છે કે આ ગરમાળાના ઝાડ નીચે બેસવાથી કયારેય લૂ લાગતી નથી.

ગરમાળાનુ વૈજ્ઞાનિક નામ કેસીયા ફીસ્યુલા છે.તેસી ગરમાળા વિશે ઘણી પ્રચલીત માન્તા ઓ છે.જેમકે આફુલ
વરસાદની આગાહી પણ કરે છે એમ કહેવાય છે કે ગરમાળાના વૃક્ષ પર સંપૂર્ણ ફુવો બેસી જાય તે દિવસથી
વરસાદના આગમનને શરુઆત થઈ જાય છે,જેટલા વધારે ફૂલ બેસે તેટલો વધારે વરસાદ ની શક્યતારહે
છે.ગરમાળાનાવ;ક્ષની આજુબાજુ કીડીનો રાફડો પણ જોવા મળે છે, તે વૃક્ષ નીચેની જમીનમાં ૧૦૦ મીટરેજ પાણી
આવી શકે છે.જે વૃક્ષ નીચે માત્ર પીળા ફૂલો ઉગ્યા હોય તે જમીન નીચે ઓછા પાણીનો સ્ત્રોત મળે છે, જ્યારે સફેદ
અને પીળા રંગના ફૂલો હોય તો પાણીનો જથ્થો વધારે હોય છે.
ફૂલોની સાથે સીંગો પણ લટકતી હોય છે.તે પણ આયુર્વેદીક ઔષધિનુ મહત્વ ધરાવે છે. તેમાથી ચીકણો સ્ત્રાવ ઝરે
છે, તેને ગરમાળાનો ગોળ કહે છે. રાત્રે આ ગોળને પાણીમાપલાળી, સવારે તે પાણી પીવાથી કબજીયાત,પેટના
રોગોમાં રાહત રહે છે. હાલ નર્મદામાં ગરમાળાનુ પીળચટાક સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠયુ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા