ખેડૂતો યોજના વાર્ષિક મળશે રૂપિયા 36,000

મોદી સરકાર ખેડૂતોની આવક ડબલ કરવા માટે રોજ નીતનવી યોજનાઓ બહાર પાડી રહી છે. પીએક કિસાન વાય યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યાં છે. દેશના ખેડૂતો માટે શરૂ કરાયેલી પેન્શન સ્કીમ માનધન યોજનામાં અત્યારસુધીમાં 19.60 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. આ પેન્શન સ્કીમ માટે જે ખેડૂતો પાસે 2 હેક્ટર સુધીની જમીન છે તેવા 5 કરોડ ખેડૂતોને જોડવાનો સરકારનો લક્ષ્યાંક છે. બીજા ચરણમાં સરકાર 12 કરોડ ખેડૂતોને આ યોજના સાથે જોડવા માટે કમર કસશે.કેન્દ્ર સરકારે આ યોજના દેશભરમાં લાગુ કરી દીધી છે