કાપડ તથા વાસણની દુકાન ખુલ્લી રાખી ગ્રાહક ભેગા કરતાં કાર્યવાહી .

ગરુડેશ્વર મેઈન બજાર પોતાની કાપડ તથા વાસણની દુકાન ખુલ્લી રાખી ગ્રહ ભેગા કરતાં કાર્યવાહી .


 રાજપીપળા,તા.29


 ગરુડેશ્વર મેઈન બજારમાં પોતાની કાપડ તથા વાસણની દુકાન ખુલ્લી રાખી દુકાનમાં છથી સાત ગ્રાહકો ડિસ્ટન્સ વગર ઉભા રાખી જાહેરનામાનો ભંગ કરતા ઇસમોમાં સામે ગરુડેશ્વર પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે  જેમાં ફરિયાદી એ.એસ.વસાવાએ આરોપી પ્રદીપકુમાર રામચન્દ્ર પવાર (રહે ગરુડેશ્વર મેઇન બજાર )સામે ફરિયાદ કરી છે .

ફરિયાદની વિગત મુજબ સમગ્ર નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરમાં હુકમ થી અમલમાં મુકેલ હોય અને આરોપી પ્રદીપકુમાર એ ગુરુકૃપા જનરલ સ્ટોર માં દુકાન ખુલ્લી હોય અને એક ઈસમ દુકાનમાં હાજર હોય અને પોતે માસ્ક પહેર્યા વગર સાથેના છ થી સાત જેટલા ગ્રાહકોને પોતાનો ડિસ્ટન્સ નહીં રાખી પોતાની દુકાનમાં કાપડ તથા વાસણોનો દુકાનમાં વેચાણ કરતો હોય અને કોરોના સંક્રમણ રોગ ફેલાય તેવું કૃત્ય કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .


 રિપોર્ટ :જ્યોતિ  જગતાપ,રાજપીપળા