નર્મદા જિલ્લા પંચાયતના માજી સદસ્ય બળવંતસિંહ પહાડસિંહ ગોહિલે આદિવાસી વિસ્તારની આવક આદિવાસી વિસ્તારમાં વાપરવા નર્મદા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી.
આદિવાસી વિસ્તારમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં સરકાર તદ્દન નિષ્ફળ પુરવાર થઇ છે.
સરદાર સરોવર યોજના માંથી વીજળી પાણીની થતી કરોડો રૂપિયાની આવક ગુજરાત સરકારને થાય છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવે છે.નર્મદા યોજના તેમજ કરજણ યોજના માંથી વીજળી તેમજ પાણીની કરોડો રૂપિયાની આવક ક્યાં જાય છે ?
નર્મદા કોંગ્રેસને ઉગ્ર આંદોલનની ચીમકી.
રાજપીપળા,તા. 29
નર્મદા જિલ્લા પંચાયતના માજી સદસ્ય બળવંતસિંહ પહાડસિંહ ગોહિલે આદિવાસી વિસ્તારની આવક આદિવાસી વિસ્તારમાં વાપરવા નર્મદા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે. બળવંતસિંહ ગોહિલે નર્મદા કલેકટરને જનાવ્યું છે કે નર્મદા જિલ્લો ૧૦૦ ટકા ટ્રાયબલ વસ્તી ધરાવતો જીલ્લો છે.નર્મદા જિલ્લા માં સૌથી મોટી ૨ સિંચાઇ માટેની યોજનાઓ આવેલી છે.કરજણ ડેમ, નર્મદા ડેમ જે સરદાર સરોવરનાં નામે ઓળખાય છે. સરકારે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનાવ્યું છે. સરદાર સરોવર યોજના માંથી વીજળી,પાણીની થતી કરોડો રૂપિયાની આવક ગુજરાત સરકારને થાય છે.તે ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાં આવતાં પ્રવાસીઓ પાસે કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવે છે. આ સિવાય નર્મદા યોજના તેમજ કરજણ યોજના માંથી વીજળી તેમજ પાણી દેશનાં અન્ય રાજ્યો માં પહોંચાડવામાં આવે છે.અને એમાંથી પણ કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવે છે. નર્મદા જિલ્લો ડુંગરાળ વિસ્તારમાં હોવાથી ખાણ- ખનીજ માંથી સોનાની ખાણ જેવી આવક ઊભી કરવામાં આવે છે.
હાલ માં છેલ્લાં દોઢેક વર્ષ થી કોરોના મહામારી નાં સમય માં હોસ્પિટલો તેમજ હોસ્પિટલ માં ઓક્સિજન, વેન્ટિલેટર, નિષ્ણાત ડોક્ટરો, વેન્ટિલેટર નાં ઓપરેટરો, પેરા મેડિકલ સ્ટાફ,તેમજ અન્ય સ્ટાફ નાં અભાવે હજારો આદિવાસીઓનાં મ્રૃત્યુ થયાં છે પરંતુ સરકાર સાચાં આંકડાઓ છુપાવે છે.અને આદિવાસીઓને પોતાનાં સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે.આ બધો અન્યાય ગરીબ આદિવાસીઓ મુંગા મોઢે સહન કરી રહી છે.આ બાબતે ભરૂચનાં સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ ધણીવાર અવાજ ઉઠાવ્યો છે.
આદિવાસીઓની જમીનનાં ભોગે અરબો રૂપિયા ની કમાણી સરકાર કરે છે.પરંતુ સરકાર તરફથી આદિવાસીઓ માટે વસ્તીનાં ધોરણે કોઇપણ સુવિધાઓ આપવામાં આવતી નથી જો આમ હવે પછી આમને આમ આ ગરીબ આદિવાસીઓ સાથે અન્યાય કરવામાં આવશે અને કોરોના મહામારી માટે સરકાર તરફથી વિશેષ પૂરતા પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નહિ આવે તો નાં છુટકે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
જ્યારે બીજી તરફ આદિવાસી વિસ્તારમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે . ગાડી અને સુવિધા માટે રજૂઆત અને માગણીઓ કરે છે તો તેમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવે છે.એમ જણાવી કરોડની આવક આદિવાસી વિસ્તારમાં વાપરવા નર્મદા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે. તથા ધારાસભ્ય નાંદોદ, સાંસદ છોટાઉદેપુર, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી ને પણ રજૂઆત કરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા