ભારતથી અમેરિકા જઈ ને સ્થિર થવા વાળા લોકો હંમેશા એમ કહે કે માનવનું મૂલ્ય તો અમેરિકા સમજે છે. ભારતમાં તો માનવ નું કોઇ મૂલ્ય જ નથી. ત્યારે અકબર – બિરબલની વાર્તા યાદ આવે.
આ વાર્તા આમ તો ઇન્દ્રિયો ને જ્યાં સુધી વિષય સામે નથી આવતો ત્યાં સુધી જ સંયમિત રહે છે એ વિષય પર હતી. પરંતુ આપણે તેને એક જુદા પરિપેક્ષય માં જોઈએ .એક વખત અકબરે બીરબલને જમવા બોલાવ્યો . એ સમયે ઇલેક્ટ્રિસિટી ન હતી એટલે દિવા પ્રગટાવતા હતા. જેવો જમવા નો સમય થયો એટલે બીરબલે તાળી પાડી એટલે ચાર બિલાડી આવી . તેમના માથા પર એક એક દિવો મુક્યો ને બીરબલ ને જમવા બેસાડ્યો. બીરબલે કહ્યુ વાહ આ ઠાઠ તો મજા આવે એવો છે. મને કાલે પણ જમવા આવવાની ઈચ્છા છે. બીજે દિવસે બીરબલ ત્રણ ચાર ઉંદર લઇ ને આવે છે. જેવા જમવા બેસે છે અને ઉંદર છોડે છે. બિલાડી ઉંદરની પાછળ ને પછી જમવાનું એક તરફ ને બધું ઊંધું ચિતું થઈ જાય છે.
બસ આવુજ અમેરિકા નું થયું છે. એકાદ બે કિસ્સામાં લોકો ને સાચવવાના હોય તો સાચવી લેવાય ને બધો ઠાઠ જળવાઈ જાય. પણ જયારે ખરી મુશ્કેલી આવે ત્યારેજ જો કોઈ વ્યવસ્થા કામ ન લાગે તો ? આપણે કહીએ એમ કે દશેરાએ જ ઘોડું ન દોડ્યું ! એમ આ સમયે અમેરિકાના વ્યવસ્થા તંત્રની કસોટી હતી અને ત્યારેજ એ પાણીમાં બેસી ગયું. અકબરની જાહો જલાલી ને ઠાઠ સામે બીરબલે ઉંદર છોડયો ને બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું એવું જ ચાઈના જેવા ખંધા દેશે કોરોનાનો ઉંદર છોડ્યો કે અમેરિકા નું બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું. જે અમેરિકા માનવ કેન્દ્રી કે પછી માનવ મૂલ્યો સાચવવા વાળું કહેવાતું હતું , પણ જેમ સંયમિત બિલાડી કે શાકાહારી બિલાડી પાસે ઉંદર આવતા જ જે રીતે તેની પોલ ઉઘાડી થઈ ગઈ એ જ રીતે અમેરિકા નું તંત્ર મુશ્કેલી આવતા માનવ કેન્દ્રી નહિ પણ અર્થ કેન્દ્રી છે એ સાબિત થઈ ગયું.
ભારતે દુનિયા ને મેસેજ આપ્યો કે અમે ક્યારેય અર્થપ્રધાન નથી થયા અમે માનવપ્રધાન અને ભાવપ્રધાન જ રહયા છીએ. આપણે ત્યાં કેટલી બધી સેવાભાવિ સંસ્થાઓ કાર્યરત છે કે ગરીબો ને જમાડે છે. યુરોપ કે અમેરિકાનો એક પણ એવો ફોટો જોયો કે ગરીબો ને સેવાભાવી લોકો જમાડતા હોય ? ત્યારે એમ થાય કે આપણે હમેશા માનવકેન્દ્રી જ છીએ અર્થકેન્દ્રી નહિ. પ્રશ્ચાત વિશ્વમાં મુશ્કેલી આવે ત્યારે તેમના ચારિત્ર્યની ખબર પડે છે કે તેવો વૃદ્ધો ના હાથમાંથી પણ આંચકી ને જતા રહે છે. જયારે આપણે ત્યાં જયારે જયારે મુશ્કેલી આવી છે ત્યારે લોકો સેવા કરવા , દાન કરવા નીકળી પડે છે .લોકો નું ભાવજીવન ખીલે છે.
ભારતે તરત લોકડાઉન જાહેર કરી ને માનવ તંત્ર ને બચાવવાનો પ્રયત્ન કર્યો. જાન હૈ તો જહાન હૈ – ઉદ્યોગ ધંધા તો ફરી ઉભા થઇ જશે.જ્યારે અમેરિકાએ આજ સુધી લોકડાઉન નથી આપ્યુ , શુ કામ ? અર્થતંત્ર ભાંગી જાય એ તેમને પોસાય તેમ નથી. ત્યાંના લોકો ને લોકડાઉનમાં ખવરાવવું શુ ? આપણી જેમ બાર માસનું અનાજ તો ભરેલું હોય નહિ ? ને આપણી જેવી સેવાભાવી સંસ્થાઓ પણ હોય નહિ. અમેરિકા માટે માનવ મરે તો ચાલે પણ અર્થતંત્ર જીવવું જોઈએ.આથી જ કોઈ પણ દેશની કે વ્યક્તિની માનસિકતા મુશ્કેલી માં જ ખબર પડે .
એટલેજ બીલગેટ્સ જેવા સતત અર્થ-પૈસાનો વિચારવા વાળને પણ અંતે માનવમૂલ્ય જ સમજાયું ને વડાપ્રધાન મોદી તમેને કોરોના સામે લડનારા વૈશ્વિક નેતા ઓમાં નંબર વન લાગ્યા.
આથીજ કોઇ શાયરે કહ્યું છે કે ….
मुसिबतमे शरीफो की शराफत कम नही होती
सो टुकड़े करो सोने की कीमत कम नही होती ।
अस्तु ।
Dt . 23.04.2020