ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલાઓની અટકાયત, પીએમ મોદીની માતાને મળવાની કરી હતી જાહેરાત

આંદોલનનું પાટનગર બનેલા ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલાઓની પોલીસે અટકાયત કરી છે. મહિલીઓએ પીએમ મોદીના માતા હીરાબા સાથે મુલાકાતની જાહેરાત કરી હતી. જેના કારણે સત્યાગ્રહણ છાવણીમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. મહિલાઓએ હીરાબાના હાલ-ચાલ પુછવા માટેની જાહેરાત કરી હતી. જેથી પોલીસ પણ દોડતી થઈ હતી. અને મહિલાઓને હીરાબાના ઘરે જતા રોકવામાં આવ્યા હતા