આણંદમાં જવેલર્સની દુકાનમાં દીવાલને બાકોરું પાડી ઘુસેલ તસ્કરોએ 78 હજારની મતાની ઉઠાંતરી

આણંદ: શહેરના જૂના રસ્તા ઉપર આવેલી એક જ્વેલર્સની દુકાનની દીવાલને બાકોરું પાડીને અંદર ઘુસેલા તસ્કરો ૭૮૭૫૦ રૂપિયાની કિંમતના ચાંદીના ઘરેણાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ફરિયાદી મિથુન કનૈયાલાલ સોનીની જૂના રસ્તા ઉપર જે. કે. મિસ્ત્રીની બાજુમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાન આવેલી છે.