ટ્રેક્ટર ચાલકે આરામ કરતા મજૂરોની ટ્રેક્ટરે અથાડી અકસ્માત કરતા મજૂરોને ગંભીર ઇજા.

કલીમકવાના ગામના પાટીયા પાસે ટ્રેક્ટર ચાલકે આરામ કરતા મજૂરોની ટ્રેક્ટરે અથાડી અકસ્માત કરતા મજૂરોને ગંભીર ઇજા.
રાજપીપળા, તા. 10
નાંદોદ તાલુકાના કલીમકવાના ગામના પાટિયા પાસે ટ્રેક્ટર ચાલકે આરામ કરતા મજૂરને ટ્રેકટર ચાલકે અકસ્માત કરતા મજૂરોને ગંભીર ઇજા ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.આ અંગે પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે ફરિયાદી સવીલાલ ભાઈલાલભાઈ વલવી (રહે,મોટા રાયપુરા )એ આરોગી ટ્રેક્ટર નંબર જીજે 22એચ 7350 ચાલક સામે ફરિયાદ કરી છે.
જેમાં ફરિયાદની વિગત મુજબ ઉક્ક્ડભાઈ કેબલ કનેક્શનનું કામ કરતા હતા. અને સવારથી પોતાના કામ અર્થે ઘરેથી નીકળેલા. અને બપોર બાદ ચારેક વાગ્યાના અરસામાં કલીમકવાના ગામના પાટિયા પાસે રણવીરસિંહ ઇન્દ્રસિંહ ગોહિલ(રહે, ગોપાલપુરા) કેળાના ખેતરના સેઢા ઉપર કેબલ નું કામ કરતો હતો અને બપોરના સમયે તાપના કારણે શેઢા ઉપર આરામ આરામ કરતો હતો તે વખતે આ ખેતરમાં કેળાનો પાક નીકળી ગયેલ જે કેળાના થડ કાઢવાનું કામ ટ્રેક્ટર નંબર જીજે 22 એચ 7350 વડે ચાલતું હતું જે ટ્રેકટર ચાલકે આજે ઇજા પામનાર ઉક્ક્ડભાઈને ટ્રેકટર પાછળ ની રોટરી વાગી ગંભીર ઈજાઓ પહોંચાડી પોતાનું ટ્રેક્ટર લઈ ત્યાંથી નાસી જઇ ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા