સુરત સામાન્ય સંજોગોમાં કોઇ પણ ગુનાની ફરિયાદ નોંધવા માટે ધક્કે ચઢાવતી પોલીસ 150 રૂપિયાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા આશ્ચર્ય ફેલાયું છે.
સુરત સરથાણા સામાન્ય સંજોગોમાં કોઇ પણ ગુનાની ફરિયાદ નોંધવા માટે પોલીસ ધક્કે ચઢાવતી હોવાની છબી છે.પરંતુ સરથાણા પોલીસે હીરા દલાલ એવા આરટીઆઇ એક્ટિવિસ્ટની સરથાણા સ્થિત સહજાનંદ બિઝનેશ હબની ઓફિસની બહારથી ચોરી થયેલા માત્ર 150 રૂપિયાની કિંમતના પોતું મારવાના દંડાની ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા આશ્ચર્ય ફેલાયું છે.