20,000માં મેટ્રો પાર્ટીની મોજ- પ્રિ વેડિંગ શૂટ કરાવી શકાશે

અમદાવાદ કેન્દ્ર સહિત ગુજરાત સરકારનાં મહત્વકાંક્ષી મેટ્રો પ્રોજેકટની પૂર્ણ થવાની રાહ જોવામાં આવી રહી છે. લોકો આતુરતાથી ટ્રેનમાં સવાર થવાની રાહમાં છે. ત્યારે મેટ્રોને લઇને એક રોમંચક જાહેરાત કરવામાં આવી છે. મેટ્રોમાં પાર્ટીની મોજ પણ માણી શકશો GMRCL દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે, અને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હવે મેટ્રોના કોચમાં મહત્વનાં દિવસોની યાદ અને ઉજ્વણીને માણી શકશો તો પ્રિ વેડિંગ શૂટ પણ કરાવી શકાશે. જન્મદિવસની ઉજવણી માટે 50 મિનિટના 8,000 ચૂકવવાના રહેશે. અને જો ત્રણ કોચમાં જન્મદિવસ ઉજવવા માગતા હો તો 1 કલાકના 15,000 ચૂકવવાના રહેશે. તેમજ શણગારેલા કોચમાં જન્મદિવસ મનાવવાના 20,000 રૂપિયા ચુકવવાના રહેશે