એચ.એ.કોલેજને સતત છઠ્ઠા વર્ષે રાષ્ટ્ર કક્ષાએ સ્થાન મળ્યું.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સને રાષ્ટ્રીય મેગેઝીન “ઇન્ડિયા ટુડે”ના રાષ્ટ્રીય સર્વેમાં દેશની શ્રેષ્ઠ ૧૦૦ કોલેજોમાં સ્થાન મળ્યું છે. આ વર્ષે એચ.એ.કોલેજને ૬૬ મો ક્રમ પ્રાપ્ત થયો છે. આ સર્વેમાં કોલેજનું પરિણામ, સાધનો ,રીસર્ચ ,લીડરશીપ,શિસ્ત, વિદ્યાર્થીઓની હાજરી,સાંસ્કૃતિક કાર્યકર્મો, સ્પોર્ટ્સ ઇવેન્ટ ,સોશિયલ ઈમેજ તથા કોલેજનાં વિવિધ કક્ષાએ મળેલી સિદ્ધિઓને ધ્યાનમાં લેવામાં આવે છે. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે સતત છઠ્ઠા વર્ષે મળેલી આ સિદ્ધિથી ઘણું મોટીવેશન મળેલ છે. જેનાથી ઉત્સાહપૂર્વક તથા પુરા વિશ્વાસથી વધુ કામ કરી શકાશે. જીએલએસ મેનેજમેન્ટના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડન્ટ શ્રી સુધીરભાઈ નાણાવટીએ એચ.એ.કોલેજને મળેલી સિદ્ધિને બિરદાવી કોલેજનાં અધ્યાપકો તથા આચાર્યને શુભેચ્છાઓ આપી હતી. કોલેજનાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો