સવા કરોડના દાગીના લૂંટનાર ગેંગના એકની ધરપકડ 87 લાખનું સોનું રિકવર

અમદાવાદ: 30મી જાન્યુઆરીએ નિકોલ વિસ્તારમાં સનસનીખેજ લૂંટ થઈ હતી.જ્વેલરી શોરૂમ પાસેથી જ્વેલર્સ પાસેથી 3 કિલો સોનાની લૂંટ ચલાવીને બે બાઈકસવાર લૂંટારું ફિલ્મી ઢબે ફરાર થઈ ગયા હતા. આ મામલે નિકોલ પોલીસ, ડીસીપી ઝોન-5 અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. ત્યાર લૂંટના આ કેસમાં એક આરોપીને પકડવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી. પોલીસે લૂંટ કરનાર ગેંગન એક સભ્યની ધરપકડ કરીને 87 લાખનું મુદ્દામાલ રિકવર કર્યો હતો.