50 થી વધુ લોકોને ભેગા કરી કોરોના સંક્રમિત કરી વગર પરવાનગી લગ્ન સમારંભો યોજાતા આયોજકો સામે પોલીસે લાલ આંખ

તિલકવાડા તાલુકાના મોરિયા ગામે લગ્ન પ્રસંગે મંજૂરી વગર 50થી વધુ માણસો ભેગા કરતા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો.
રાજપીપળા,તા.27
ખેદની વાત એ છે કે નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.મોતના આંકડો પણ વધી રહ્યો છે લોકો મરવા પડ્યા છે. ત્યારે કેટલાક લોકો લગ્ન કરવા નીકળ્યા છે અને તેમાં પણ 50 થી વધુ લોકોને ભેગા કરી કોરોના સંક્રમિત કરી વગર પરવાનગી લગ્ન સમારંભો યોજાતા આયોજકો સામે પોલીસે લાલ આંખ કરી છે.જેમાં તિલકવાડા તાલુકાના મોરિયા ગામે લગ્ન પ્રસંગ ની મંજૂરી નહીં મેળવી તથા 50 થી વધુ માણસો ભેગા કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં ફરિયાદી એમ.બી.વસાવા પોસઇ તિલકવાડા પોલીસે આરોપી કંચનભાઈ દલસુખભાઈ બારીયા (રહે,મોરિયા )સામે ફરિયાદ કરી છે.ફરિયાદની વિગત મુજબ આરોપી કંચનભાઈનાએ પોતાની પુત્રીના લગ્ન યોજવાની મંજુરી નહીં મેળવી લગ્નસંબંધમાં 50થી વધુ માણસો ભેગા કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ના કોરોનાવાયરસ ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા