બ્રેકીંગ નર્મદા
તિલકવાડા તાલુકાના પીંછીપુરા ગામનીઘટના
નદીના કિનારે કપડાં ધોઈ રહેલી જનેતાનીનજર સામે જ઼ મગરે એની 8 વર્ષની બાળકીને ફાડી ખાતા ચકચાર
મગર ને ઝબ્બે કરવા નદીની આસપાસ પિંજરાઓ મૂકી બીજા મગરોને પકડવાની તજવીજ હાથ ધરી
રાજપીપળા:તા 26
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પીંછીપુરા ગામેં નદીના કિનારે કપડાં ધોઈ રહેલી જનેતાનીનજર જ઼ સામે એક મગરે એની 8 વર્ષની બાળકીને ફાડી ખાવાની ઘટનાએ ચકચાર જગાવી છે. .8 કલાક બાદ વન વિભાગે નદી માંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો,ત્યાર બાદ બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાની કડાઈ ગામનો એક પરિવાર તિલકવાડા તાલુકાના પીંછીપુરા ગામે ખેતમજૂરી કરવા આવ્યો હતો.એ પરિવારની મહિલા પોતાની 8 વર્ષની દીકરી પાયલ જેન્તિભાઈ ડુંગરાભીલને લઈ નજીકની અસ્વીની નદીના કિનારે કપડાં ધોઈ રહી હતી.એ દરમિયાન જોતા જોતામાં જનેતાની નજરની સામે નદી માંથી બહાર આવેલો મહાકાય મગર 8 વર્ષની બાળકી પર હુમલો કરી પાણીમાં ખેંચી ગયો હતો.દરમિયાન જનેતાએ ચિચિયારીઓ પાડતા આસપાસના લોકો ત્યાં એકત્ર થઈ ગયા હતા.
તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારી વિક્રમસિંહ ગભાણીયા સહીતની ટિમો ઘટના સ્થળ પર દોડી આવી હતી.લગભગ 7-8 કલાકની મહેનત બાદ આખરે બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.બાદ બાળકીના મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલ પર પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયો હતો.બીજી બાજુ ગામ લોકોનું કહેવું છે કે આ નદીમાં 7 થી 8 મગર રહે છે.આગળ પણ આવા બનાવો બની ચૂકયા છે તો ફોરેસ્ટ વિભાગ મગરોને જલ્દી પકડે એવી ગામ લોકો માગ કરી રહ્યાં છે.
વન વિભાગના અધિકારી વિક્રમસિંહ ગભાણીયાના જણાવ્યા મુજબ મગરે જ્યાં ઈંડા મુક્યા હતા ત્યાં બાળકીને ખેંચી ગયો હતો, આટલો બધો સમય પાણીમાં રહેવાથી બાળકીનું મૃત્યુ થયું છે.મગરે બાળકીના પગ અને હાથ પર ઈજા કરી છે.અમારી ટીમોએ એ નદીની આસપાસ પિંજરાઓ મૂકી બીજા મગરોને પકડવાની તજવીજ હાથ ધરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા