નર્મદા જિલ્લામાં કોરોનાનો આંક 3000ને પાર કરી ગયો

નર્મદા બ્રેકીંગ


નર્મદા
જિલ્લામાં કોરોનાનો આંક 3000ને પાર કરી ગયો

નર્મદા
જિલ્લામાં આજે વધુ 35 પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 3006 થઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 44 દરદીઓને
આજે રજા અપાઇ

રાજપીપલા,તા26

નર્મદા
જિલ્લામાં રોકેટ ગતિએ આગળ વધતો કોરોનાનો આંક 3000ને પાર કરી ગયો હતો. નર્મદા
જિલ્લામાં આજે વધુ 35 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 3006 થઈહતી.


COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે કુલ-35 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 1630,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1309 અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં 67 દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 3006 નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 44 દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 1812 દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 916 દરદીઓ સહિત કુલ-2728 દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા 125 દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે67 દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે 32 અને વડોદરા ખાતે 51 દરદીઓ સહિત કુલ-275 દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં 603 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1051 સહિત કુલ-1654 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-47681 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-33 દરદીઓ, તાવના-35 દરદીઓ, ઝાડાના 37 દરદીઓ સહિત કુલ-105 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1001977 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 9046594 લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા