ભુમલીયા ગામે જુગારની રેડ, ત્રણ જુગારીઓ ઝડપાયા,ત્રણ વોન્ટેડ.

ભુમલીયા ગામે જુગારની રેડ, ત્રણ જુગારીઓ ઝડપાયા,ત્રણ વોન્ટેડ.
રાજપીપળા,તા. 26
ગરૂડેશ્વર તાલુકાના ભુમલીયા ગામે જુગારની રેડ કરતા દોડધામ મચી જવા પામી છે.જેમાં ત્રણ જુગારીઓ જુગાર રમતા રંગેહાથે ઝડપાયા હતા જ્યારે ત્રણ વોન્ટેડ જાહેર કરાયા છે આ અંગે કેવડીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ 6 ઈસમો સામે ફરિયાદ કરી છે. આ જુગારી આવો એ કોરોનાવાયરસ અંગેના જાહેરનામા ભંગ કરતા તે ગુનો પણ નોંધાયો છે.
જેમાં ફરિયાદી એએસઆઇ પ્રવીણસિંહ પ્રભાતસિંહ કેવડિયા પોલીસે આરોપી નરેન્દ્રભાઈ અરૂણભાઇ તડવી,રેવાભાઇ હિંમતભાઈ તડવી, દલસુખભાઈ મોજનભાઈ તડવી ત્રણે (રહે, ભુમલીયા ) તથા વોન્ટેડ ધર્મેન્દ્રભાઈ જેસલભાઈ તડવી,શૈલેષભાઈ પ્રભુભાઈ તડવી, શનાભાઈ ગોવિંદભાઈ તડવી ત્રણે (રહે,ભુમલીયા) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપીઓ પોતાના આર્થિક ફાયદા સારુ પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રમાડતા અંગજડતી માંથી રોકડા રૂ. 770 /- તથા દાવ પરના રોકડા રૂ. 300/- મળી કુલ રૂ.1070/- ના જુગારના મુદ્દામાલ સાથે જાહેરમાં રમી રમાડી કોરોનાવાયરસના જાહેરનામાનો ભંગ કરી પકડાઈ જતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા