આરોગ્ય તંત્રના છુપાવતા આંકડાઅને અસુવિધાઓ સામે
પ્રજામાં રોષ

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :

રાજપીપલા સ્મશાન ગૃહમાં આજે વધુ ત્રણ કોરોના મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયા.

બે દિવસ માં 6અને એક સપ્તાહ માં 40ના અગ્નિસંસ્કાર કરાયા

એપ્રિલ માં મોતનો આંકડો વધીજતા કૂલ 87ના અગ્નિસંસ્કાર કરાયા

છતાં કોવિદ હોસ્પિટલ અત્યાર સુધીમાં માત્ર ત્રણના મોત નો આંકડો બતાવે છે ?

આરોગ્ય તંત્રના છુપાવતા આંકડાઅને અસુવિધાઓ સામે
પ્રજામાં રોષ

રાજપીપલા, તા 25

રાજપીપલા સ્મશાન ગૃહમાં આજે વધુ ત્રણ કોરોના મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયાહતા.
ગઈ કાલે પણ ત્રણ મળી બે દિવસ માં 6અને છેલ્લા એક સપ્તાહમાં 40ના અગ્નિસંસ્કાર કરાયા છે. માત્ર ચાલુ એપ્રિલ માસ માં જ઼ 24દિવસ માં કૂલ 87મૃતદેહ ના અગ્નિસંસ્કાર કરાયા છે.
આ સ્મશાન ગૃહના સત્તાવાર આંકડા છે

રોજ નર્મદા માં મોતનો આંકડો વધી રહ્યો છે પણ રાજપીપલા કોવિદ હોસ્પિટલ ના સત્તાધિશો એ આજની તારીખ માં મોતનો આંકડો શૂન્ય બતાવ્યો છે. અગાઉ ના અત્યાર સુધીમાં માત્ર ત્રણ ના સત્તવાર મોત ના આંકડાનું, ગાણું ગાયે રાખ્યું છે.
આશ્રર્યની વાત એ છે કે કોરોના પોઝીટીવ દર્દી રાજપીપલા કોવિદ હોસ્પિટલ માં દાખલ થાય છે. હોસ્પિટલ માં જ઼ દમ તોડે છે. અહીંથી જ઼ એમ્બ્યુલન્સમાં મૃતદેહ રાજપીપલા સ્મશાન ગૃહમાં પહોંચે છે. અને અગ્નિ સંસ્કાર થાય છે. સ્મશાન સત્તાવાળાઓ ને ચોપડે આંકડા બોલે છે પણ આરોગ્ય તંત્ર ના ચોપડે આંકડા બોલતા જ઼ નથી ! કહેવાની જરૂર નથી કે તંત્ર મોતના આંકડા છુપાવે છે. તો શું રાજપીપલા સ્મશાન ગૃહમાં કોવિદ દર્દીઓના ભૂત આવે છે ?કોણ સાચું સ્મશાન ગૃહ ના સત્તાધીશો કે આરોગ્ય તંત્ર ?
રાજપીપલા કોવિદ હોસ્પિટલ ની સુવિધાવિશે સાંસદોએ લડાઈ લડવી પડી છે. તંત્ર જોઈએ છે તબીબો સ્ટાફ ની જાહેરાતો કર્યાકરે છે પણ તબીબો સ્ટાફ મળતા નથીનું ગાણું ગાતું તંત્ર અને અને સરકાર યુદ્ધના ધોરણે તબીબો ની ભરતી કરવામાં નિષ્ફ્ળ નીવડી છે.ત્યારે આરોગ્ય તંત્ર દર્દીઓને મોતને હવાલે કરવાને બદલે એનો જીવબચાવે અને ઉત્તમ આરોગ્ય સુવિધા આપે અનેભવિષ્ય માં કેસો વધે તો તેની આગોતરી સુવિધા પણ તંત્ર વધારે એવી પ્રજાની માંગ છે. તંત્રની અસુવીધા n
બાબતે હાલ પ્રજામાં ભારે રોષ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપળા