આવતી કાલ તા.ર૭-૪-૨૦૨૧ થી
૪-૫-૨૦૨૧ સુધીએક સપ્તાહ
પ્રતાપનગર માં પણ હાફ લોકડાઉંન કરાયું
સવારના ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી દુકાનો
ખુલ્લી રહેશે
અને બપોરે ૧ વાગ્યા પછી સદંતર બંધ રહેશે
કોરોના ના કેસો ઘટાડવા પ્રતાપનગર : ગ્રામ પંચાયતે કર્યો નિર્ણય
દુકાનના વેપારી પાછલા બારણે અથવા એક બારણુંખોલીને માલ-સામાન આપતા પકડાશે તો ૧૦,૦૦૦ નો દંડ
રાજપીપલા, તા26
નર્મદા જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસોને કારણે રાજપીપલા, દેડિયાપાડા, સાગબારા ના તાલુકા મથકોએ લોકડાઉંન કરવા માં આવ્યા છે. હવે ગ્રામ્ય વિસ્તારો માં પણ કોરોના પ્રસરતો હોવાથી ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ હવે જાગૃત બન્યા છે. અને સ્વયંભૂ લોકડાઉંન માં જોડાયા છે
જેમાં સૌથી પહેલી પહેલ નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગ્રામ પંચાયતે કરી છે.જેમાં આવતી કાલ તા.ર૭-૪-૨૦૨૧ થી
૪-૫-૨૦૨૧ સુધીએક સપ્તાહ સુધી
પ્રતાપનગર માં પણ હાફ લોકડાઉંન કરાયું છે.જેમાં સવારના ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી દુકાનો
ખુલ્લી રાખવાનો ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે. અને બપોરે ૧ વાગ્યા પછી સદંતર બંધ રહેશે
આ અંગે ગ્રામ પંચાયતે અપીલ કરતા જણાવ્યું છે કેપ્રતાપનગર ગ્રામ પંચાયતની હદમાં આવેલી તમામ વેપારીઓ
દુકાનદારો ફેરીયાઓને જાણ કરવામાં આવે છે. કે
હાલમાં કોરોનાનુ સંકમણ દિવસે દિવેશ વધતું જાય છે.અને જેનાકારણે પ્રતાપનગર ગ્રામ પંચાયત તરફથી જણાવામાં આવે છેકે આપણી ગૃપ ગ્રામ પંચાયતની હદમાં આવેલી તમામ
દુકાનો લારી ગલ્લાઓ આવતી કાલ તા.ર૭-૪-૨૦૨૧ ને મંગળવાર થી
૪-૫-૨૦૨૧ સુધી સવારના ૭ વાગ્યા થી બપોરના ૧ વાગ્યા સુધી દુકાનો
ખુલ્લી રાખવી અને ૧ વાગ્યા પછી સદંતર બંધ રાખવાઅપીલ કરી છે.
જોકે લોકડાઉંન નું કડક પાલન કરવા કેટલાક કડક પાલન કરવા પણ જણાવ્યું છે.
જેમાં જણાવ્યું છે કે કોઇ પણ દુકાનના વેપારી પાછલા બારણે અથવા એક બારણું
ખોલીને માલ-સામાન આપતા પકડાશે તો ૧૦,૦૦૦ અંકે દશ હજારનો દંડ ગ્રામ પંચાયત દ્રારા લેવામાં આવશે.દંડ નહી આપનાર સામે
કાયદા કીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા