સુરત ક્રાઇમ બ્રાન્ચે ભાજપના માજી મહિલા કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ પટેલની ધરપકડ કરી છે.

સુરતમાં ઈંજેક્શન વેચવાના કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો દિકરો ઝડપાયો એક્સપાઈરી ડેટના રેમડીસીવીર ઇન્જેક્શન વેચવાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ભાજપના માજી મહિલા કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ પટેલની ધરપકડ કરી છે. દિવ્યેશ પટેલ પાંડેસરા વિસ્તારના માજી મહિલા કોર્પોરેટર સાધના પટેલનો પુત્ર છે. દિવ્યેશે કે પી સંઘવી હોસ્પિટલના એક્સપાઈરી ડેટના ઇન્જેક્શનને ડિસ્ટ્રોય કરવા ફાર્મસીસ્ટને આપ્યા હતા. ફાર્મસીસ્ટ વિશાલ અવસ્થિ પાસેથી દિવ્યેશે 5 હજાર 400ના ભાવે 6 રેમડીસીવીર ઇન્જેક્શન ખરીદ્યા હતા